ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં દિવ્યાંગે પહેલી વખત મતાધિકારનો ઉપયોગ કર્યો - વોટ

રાજ્યમાં 6 મહાનગરોમાં શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા શરૂ થયું છે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. ત્યારે સુરતમાં દિવ્યાંગ વ્યક્તિએ પહેલી વખત મતદાન કર્યું હતું. દિવ્યાંગ વ્યક્તિના આ હોસલાને જોઈને ત્યાં હાજર પૂર્વ મેયર ડો. જગદીશ પટેલે તેઓને અભિનંદન આપ્યા હતા.

સુરતમાં દિવ્યાંગે પહેલી વખત મતાધિકારનો ઉપયોગ કર્યો
સુરતમાં દિવ્યાંગે પહેલી વખત મતાધિકારનો ઉપયોગ કર્યો

By

Published : Feb 21, 2021, 6:02 PM IST

  • સુરત મહાનગરપાલિકાની 30 વોર્ડની 120 બેઠક માટે મતદાન
  • ભાજપના 120, કોંગ્રેસના 177, આપના 114 ઉમેદવાર મેદાને
  • મતદારોને ગુલાબનું ફૂલ આપી અભિનંદન આપવામાં આવ્યા

સુરતઃ રાજ્યમાં 6 મહાનગરપાલિકામાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વહેલી સવારથી જ મતદારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડ માટેની 120 બેઠક પર ભાજપના 120, કોંગ્રેસના 117 અને આમ આદમી પાર્ટીના 114 ઉમેદવારે મેદાનમાં ઉતર્યા છે, જેની સામે અપક્ષ 55 અને અન્ય પાર્ટી 78ના ઉમેદવારો પણ નસીબ અજમાવી રહ્યાં છે. અંદાજે 32.88 લાખથી વધુ મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરીને કાઉન્સિલર માટે મતદાન કરી રહ્યા છે. ત્યારે સુરતમાં રહેતા વિશ્રામ સંજય ભાઈ ઘડશીએ પહેલીવાર મતદાન કર્યું છે. વિશ્રામ દિવ્યાંગ છે અને આજે તે પોતાના પરિવાર સાથે મતદાન કરવા પહોચ્યાં હતા.

પૂર્વ મેયરે દિવ્યાંગને અભિનદન આપ્યા

વિશ્રામ સંજય ભાઈ ઘડશીએ પહેલીવાર મતદાન કર્યું છે. વિશ્રામ દિવ્યાંગ છે અને આજે તે પોતાના પરિવાર સાથે મતદાન કરવા પહોચ્યા હતા, ત્યારે ત્યાં પૂર્વ મેયર ડો. જગદીશ પટેલ પણ મતદાન કરવા પહોચ્યા હતા. તેઓએ આ દિવ્યાંગ વ્યક્તિની હિમ્મતને બિરદાવી હતી અને તેનો હાથ પકડીને તેને મતદાનમથકે લઈ ગયા હતા. મતદાન બાદ ડો. જગદીશ પટેલે તેની આ હિમ્મતને અને લોકશાહી પર્વમાં તેણે કરેલા મતદાનને બિરદાવ્યું હતું. આ સાથે જ ગુલાબનું ફૂલ આપી તેના અને પરિવારના સભ્યોને અભિનદન આપ્યા હતા.

સુરતમાં દિવ્યાંગે પહેલી વખત મતાધિકારનો ઉપયોગ કર્યો

ABOUT THE AUTHOR

...view details