ગુજરાત

gujarat

ETV Bharat / city

DGVCLના ગ્રાહકોને મોટી રાહત, લોકડાઉનના લીધે 19 લાખ ગ્રાહકોને 100 યુનિટની માફી - લૉકડાઉન

દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા કાપોદ્રા વિસ્તારમાં આવેલ મુખ્ય કચેરી ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. DGVCL અધિકારીએ જણાવ્યું હતું કે, લોકડાઉનના પગલે વીજ કંપનીએ 72 કરોડ રૂપિયાની ગ્રાહકોને રાહત આપી છે. જેમાં ડીજીવીસીએલના 19 લાખ ગ્રાહકોને 100 યુનિટ માફીનો લાભ આપવામાં આવ્યો છે.

DGVCLએ ગ્રાહકોને લોકડાઉનના પગલે 72 કરોડ રૂપિયાની રાહત આપી
DGVCLએ ગ્રાહકોને લોકડાઉનના પગલે 72 કરોડ રૂપિયાની રાહત આપી

By

Published : Jul 20, 2020, 2:26 PM IST

સુરતઃ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, વીજ કંપનીએ માર્ચ મહિનામાં મીટરનું અંતિમ લીધું હતું, ત્યારબાદ જુલાઈ મહિનામાં અનલોક બાદ મીટર રેટિંગના આધારે વીજગ્રાહકોને બાકી બિલ આપવાનો આરંભ કર્યો હતો. તે દરમિયાન જે મીટર રીડિંગ આવ્યું તેને ચાર મહિનામાં વહેંચણી કરી માસિક 200 યુનિટ વપરાશ ધરાવનાર વીજગ્રાહકોને 100 યુનિટ માફી અને ફિક્સ ચાર્જ માફીનો લાભ આપવામાં આવ્યો છે.

DGVCLએ ગ્રાહકોને લોકડાઉનના પગલે 72 કરોડ રૂપિયાની રાહત આપી

દક્ષિણ ગુજરાત વીજ કંપનીના રહેણાકના 26 લાખ વીજ ગ્રાહકો છે. જે પૈકી 19 લાખ ગ્રાહકોને તો 100 યુનિટ અને ફિક્સ ચાર્જ માફીનો લાભ આપવામાં આવ્યો હોવાનો ડીજીવીસીએલના અધિકારીઓએ દાવો કર્યો હતો.

DGVCLએ ગ્રાહકોને લોકડાઉનના પગલે 72 કરોડ રૂપિયાની રાહત આપી

વધુમાં અધિકારીએ જણાવ્યું કે, દરેક ગ્રાહકની ફરિયાદ છે કે વીજ બિલ બહુ વધારે આવ્યુ છે, પરંતુ ઉનાળાના ચાર મહિના અને મોટા ભાગનો સમય લોકો ઘરમાં હતાં. તેથી આખો દિવસ ટીવી પંખા એ.સીનો વપરાશ વધી રહ્યો હતો. એટલું જ નહીં, લોકડાઉન હોવાથી ઘરના દરેક સભ્ય ઘરમાં હોવાથી વીજ વપરાશ વધ્યો છે. તેથી વીજબિલ વધુ આવ્યું છે. બાકી વીજ કંપનીએ યુનિટના તફાવત મુજબ બિલ આપ્યું છે.

ABOUT THE AUTHOR

...view details