બારડોલી: સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રધાન ઈશ્વરભાઈ પરમારના હસ્તે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના 11 ગામોમાં 21.20કરોડના રસ્તા, સ્લેબ લાઈન, ડ્રેનેજ જેવા જનહિતના વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત બારડોલી નગરપાલિકાના ચાર વોર્ડના 6 કરોડ 42 લાખના રસ્તાઓ, રિફ્રેશીંગ જેવા કામોની ખાતમુહૂર્તવિધિે પણ સંપન્ન થઇ હતી.
ઈશ્વર ભાઈએ જણાવ્યું હતું કે, કોરોના વૈશ્વિક મહામારીમાં પણ ગ્રામ્ય અને શહેરી નાગરિકોની સુખ સુવિધા માટે રાજ્ય સરકારે વિકાસના કામોની ગતિ અટકે નહીં એવું લક્ષ્ય સેવ્યું છે. એક ગામથી બીજા ગામને જોડતા રસ્તાઓના નિર્માણથી ગ્રામ્ય જનતાની યાતાયાતની સુવિધામાં વધારો થશે. આ સાથે તાલુકા અને જિલ્લા કક્ષાના મંજુર થયેલા રસ્તાઓના કામો સમયસર પૂર્ણ થાય તથા જે કામો બાકી હશે તેવા કામોને આગામી સમયમાં પ્રાથમિકતા આપી પૂર્ણ કરવામાં આવશે.
પલસાણા તાલુકાના વાંકાનેડા ખાતે રૂા.૨ કરોડ ૩૫ લાકના ખર્ચે ડ્રેનેજ લાઇન, વાસ્મો હેઠળ પીવાના પાણી, વોટર હાર્વેસ્ટીગ, ફાયબર ઓપ્ટીકલ કેબનું કામનું ખાતમુહુર્ત કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત વાંકાનેડા ગામે રૂ.444 લાખના ખર્ચે ત્રણ જેટલા રસ્તાઓના કામો, વરેલી/હરિપુરા ખાતે રૂ.162 લાખના ખર્ચે રસ્તા/સ્લેબ ડ્રેઈનું કામ, બગુમરા ખાતે રૂ.233 લાખના ખર્ચે ત્રણ જેટલા રસ્તાના કામો તથા કારેલી ગામે રૂ.15 લાખના ખર્ચે રસ્તા તેમજ ગાંગપુર ગામે 84 લાખના ખર્ચે બે રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું.