ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં અમુક ગામોનો વિકાસ કેમ રૂંધાયો? જુઓ...

સુરત શહેરનો વિકાસ નકશો 2035 જાહેર થયા પછી કેટલાક ગામોનો શહેરમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે, પંરતુ હજી સુધી આ ગામો એગ્રીકલ્ચર ઝોનમાં જ આવતા હોવાથી ગામડાઓનો વિકાસ અટકી પડ્યો છે. ગામોમાં વિકાસના કામો થતા ન હોવાથી ગામની પ્રગતિ રૂંધાઈ રહી છે. આ ગામોનો અભ્યાસ કરી યોગ્ય ઝોનમાં સમાવેશ કરવા માગ કરવામાં આવી છે.

સુરતમાં અમુક ગામોનો વિકાસ કેમ રૂંધાયો...? જુઓ...
સુરતમાં અમુક ગામોનો વિકાસ કેમ રૂંધાયો...? જુઓ...

By

Published : Dec 7, 2020, 5:41 PM IST

Updated : Dec 7, 2020, 6:58 PM IST

  • સુરતમાં હજી પણ કેટલાક ગામો એગ્રીકલ્ચર ઝોનમાં
  • આ ઝોનનો સમાવેશ વિકાસ નકશામાં નથી
  • ગ્રામજનોએ આ અંગે ગાંધીનગર સુધી કરી રજૂઆત
  • યોગ્ય ઝોનમાં સમાવેશ નહીં થતા પડી રહી છે મુશ્કેલી

સુરતઃ શહેરમાં સમાવેશ થયેલા કેટલાક ગામો હજુ પણ એગ્રીલ્ચર ઝોનમાં હોવાથી ગામોનો વિકાસ રૂંધાઈ રહ્યો છે. આ અંગે ગ્રામજનોએ ગાંધીનગર સુધી રજૂઆત કરી છે. સુરત વિકાસ નકશા 2035માં બે નાગરપાલિકા અને 27 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હદ વિસ્તરણ બાદ વિકાસ અટકી પડતા મુખ્યપ્રધાનને આ અંગે રજૂઆત કરવામાં આવી છે. હાલમાં જ સુરત મહાનગર પાલિકાનું હદ વિસ્તરણ કરવામાં આવ્યું છે, જેમાં બે નગરપાલિકા ઉપરાંત કામરેજ, ઓલપાડ અને ચોર્યાસી તાલુકાના 27 જેટલા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યાર બાદથી આ ગામો વિકાસ અટકી પડ્યો છે.

'નવા સમાયેલા ગામોનો ઝડપી વિકાસ કરવા યોગ્ય ઝોનમાં મૂકવા જોઈએ'

ગ્રામજનોએ કહ્યું છે કે, હજી પણ કેટલાક ગામ એવા છે કે જેમનો મહાનગરપાલિકામાં સમાવેશ કર્યા બાદ પણ ઝોન બદલાયા નથી. આ અંગે મુખ્યપ્રધાનને પણ રજૂઆત કરી જણાવાયું છે કે, શહેર વિકાસ અંગે અગાઉ રચાયેલી અઢિયા કમિટીના રિપોર્ટ મુજબ શહેરના મહાનગર વિસ્તારોમાં આવેલા કોઈ પણ ગામ કે વિસ્તારને એગ્રીકલચર ઝોનમાં ન રાખવા જોઈએ. આ અંગે સ્પષ્ટ અભિપ્રાય માગવામાં આવ્યો છે. તેમ છતાં સુરત શહેરમાં સમાવિષ્ટ આભવા, મગદલ્લા, ઉબેર, ભાઠા જેવા ગામોને આજે પણ એગ્રીકલ્ચર ઝોનમાં જ મૂકવામાં આવ્યા છે. આથી, આ ગામોને યોગ્ય ઝોનમાં સમાવવાની માગ કરવામાં આવી છે. એરપોર્ટની આજુબાજુના વિસ્તારમાં ટી.પી. ફાઈનલ કરવા રજૂઆત બીજી તરફ સુરત શહેરના એરપોર્ટની આજુબાજુના વિસ્તારની ટી.પી.સ્કીમ ફાઈનલ થઈ નથી. આથી કમિટી બનાવી ઝડપથી નિર્ણય લેવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે. નવા સમાયેલા ગામોનો ઝડપી વિકાસ કરવા માટે યોગ્ય ઝોનમાં સમાવેશ કરવો ખૂબ જ જરૂરી હોવાનું સ્થાનિકો માની રહ્યા છે ત્યારે સરકાર આ બાબતે યોગ્ય ધ્યાન આપી કાર્યવાહી કરે તેવી માગ ઊઠી છે.

Last Updated : Dec 7, 2020, 6:58 PM IST

ABOUT THE AUTHOR

...view details