સુરત :મન મક્કમ હોય તો દિવ્યાંગો પણ સરળતાથી (Divyang in Surat) દરેક કામ કરી શકે છે અને આ વાત ભાઠેના વિસ્તારમાં રહેતા 19 વર્ષીય વિષ્ણુ રાણાએ કરી છે. હાથમાં કેન્સરના કારણે હાથ કાપવો પડ્યો હતો. માત્ર એક જ હાથ હોવા છતાં તે સાહજિક રીતે (Swimming National Level) સ્વિમિંગ કરી શકે છે. અત્યાર સુધીમાં ત્રણ નેશનલ મેડલ જીતી ચૂક્યો છે અને આંતરાષ્ટ્રીય કક્ષાએ રમવા માટે ઈચ્છા પણ ધરાવી હતી.
કઈ રીતે સ્વિમિંગમાં નેશનલ કક્ષાએ મેડલો મેળવ્યા હાથ ન હોવા છતા, લોકો આશ્ચર્યચકિત ! હાથ ન હોવા છતાં કામ કરે છે - ઉધના ભાઠેના વિસ્તારમાં રહેતા 19 વર્ષના વિષ્ણુ રાણાએ કેન્સરના કારણે પોતાનો જમણો હાથ ગુમાવી દીધો હતો. જોકે, અચાનક ઘટેલી ઘટનાને કારણે નાસીપાસ થવાને બદલે વિષ્ણુએ જીવનમાં પોઝિટિવિટી (Surat Swimming) સાથે આગળ વધવાનું નક્કી કર્યું હતું. જેને લઈને તે માત્ર એક જ હાથ હોવા છતાં પણ દરેક કામ જાતે જ કરે છે. એટલું જ નહીં સામાન્ય લોકોને પણ સ્વિમિંગમાં પાછળ છોડી દે એવું છે. બંને હાથ - પગ સહી સલામત હોવા છતાં ઘણા લોકો સ્વિમિંગ યોગ્ય રીતે કરી શકતા નથી, ત્યારે વિષ્ણુ રાણાને એક હાથથી પણ ખૂબ જ સરળતાથી સ્વિમિંગ કરતા જોઈને લોકો આશ્ચર્યચકિત થયા હતા.
આ પણ વાંચો :Swimming Pool Cost :ભાવનગર મહાનગરપાલિકાના સ્વિમિંગ પુલમાં છબછબીયા કરવા ચૂકવવા પડશે વધારે રૂપિયા
હાથ ન હોવા છતાં મેડલ -આ અંગે વિષ્ણુ રાણાએ કહ્યું કે, હું દસ વર્ષનો હતો, ત્યારે વરસાદના કારણે પડી ગયો હતો. જમણા હાથમાં ફ્રેક્ચરથતા દોઢ મહિનો પાટો રાખ્યો હતો. જોકે ત્યારે, એક નોર્મલ ગાંઠ પણ નીકળી હતી. ડોકટરે કહ્યું હતું કે આવી જશે પરંતુ હાથ ફૂલતો રહ્યો અને ચેક કરતા કેન્સરની ગાંઠ હોવાનું માલૂમ પડ્યું હતુ. બે ગાંઠ કાઢ્યા બાદ ફરીથી ગાંઠ થઈ હતી. જેને લઈને હાથ કાપવો પડ્યો હતો. થોડો સમય તકલીફ પડી હતી પરંતુ બાદમાં ટેવાઈ ગયો છું અને મોટાભાગે જાતે કામ કરું છું. ત્રણ વાર સર્જરી થઈ છે. આર્થિક સ્થિતિ સારી નથી જો રાજ્ય સરકાર મદદ કરે તો ઇન્ટરનેશનલ કક્ષાએ (Swimming International Level Medal) સ્વિમિંગમાં ગોલ્ડ મેડલ લાવવા ઈચ્છા ધરાવું છું. રાષ્ટ્રીય કક્ષાએ ત્રણ મેડલ મળ્યા છે.
આ પણ વાંચો :હરિયાણામાં ગરમીના કારણે સ્વિમિંગ પુલમાં ભેંસોની રમત.. જુઓ વીડિયો..
રોજે ત્રણ કલાક પ્રેક્ટિસ -વિષ્ણુના કોચ રાજન શારંગએ જણાવ્યું હતું કે, વિષ્ણુ સામાન્ય લોકો કરતા પણ સારી રીતે સ્વિમિંગ કરે છે. રોજે ત્રણ કલાક પ્રેક્ટિસ કરે છે. એક હાથથી સ્વિમિંગ ખૂબ જ અઘરું છે તેમ છતા મજબૂત મનોબળના કારણે તે સારી રીતે સ્વિમિંગ કરે છે. ઉલ્લેખનીય છે કે, અડગ મનના માનવીને હિમાલય નડતો નથી હોતો, ત્યારે બેરોજગાર કે હતાશ થયેલા યુવાનો માટે વિષ્ણુ એક કદાવમાંથી બહાર આવીને (Medal Swimming in Surat) અનેક યુવાનો માટે ફોરમ ફેલાવું પ્રેરણાનું પ્રતિક બન્યો છે.