ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં લાગ્યા બેનરો, પાટીદાર સમાજમાંથી ટિકિટ આપવા માંગ

સુરત: સુરત લોકસભા બેઠકને લઈ ભાજપ અથવા કોંગ્રેસ દ્વારા કોઈ ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી અને આ વચ્ચે ગુજરાત ખાતે અગાઉ ભાજપ દ્વારા સુરતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવા બેનરો જોવા મળ્યા હતા ત્યારે આજે સુરતના પાટીદાર વિસ્તારમાં પાટીદાર અથવા તો સૌરાષ્ટ્રવાસી ઉમેદવાર ભાજપ અને કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવે તેવા બેનરો જોવા મળ્યા હતા.

સ્પોટ ફોટો

By

Published : Mar 28, 2019, 11:54 AM IST

ભાજપ સુરતીઓ સાથે અન્યાય કરી રહી છે અને લોકસભા ચૂંટણી માટે સુરતથી કોઈ સુરતી ઉમેદવારની પસંદગી થાય તેવા બેનરો હાલ જ સુરતમાં ઠેરઠેર જોવા મળ્યા હતા. ત્યારે સુરતના પાટીદાર મત વિસ્તારમાં વધુ એક પોસ્ટર વોર શરૂ થયો હતો. એક તરફ ભાજપના કમળ અને કોંગ્રેસના પંજો સાથે લખવામાં આવ્યું છે કે બંને પક્ષ દ્વારા સુરત લોકસભા મતવિસ્તાર માટે પાટીદાર અથવા તો સૌરાષ્ટ્રવાસી ઉમેદવારને ટિકિટ આપવામાં આવે.

સુરતમાં પાટીદારોના ગઢ તરીકે ઓળખાતા વરાછાના હીરાબાગ સર્કલ ખાતે લગાવવામાં આવેલા પોસ્ટરમાં સાફ લખવામાં આવ્યું હતું કે જો પક્ષ પાટીદાર અથવા સૌરાષ્ટ્રવાસીઓને ટિકિટ નહીં આપે તો આ અન્યાય સહન કરવામાં આવશે નહીં તો જવાબ પાટીદાર સમાજના લોકો મત થકી આપશે.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ભાજપ અથવા કોંગ્રેસ દ્વારા સુરત લોકસભા બેઠક માટે કોઈ ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી, કેટલાક નામો ઉપર ચર્ચા ચાલી રહી છે અને આ વચ્ચે પોતાના સમાજના પ્રતિનિધિને ટિકિટ મળે એવા બેનરો સુરતના અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે.

લોકસભા બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત થતા છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા સસ્પેન્સ ઉપર વિરામ લાગશે કારણ કે સુરત ગુજરાત ભાજપ માટે સૌથી સેફ સીટ ગણવામાં આવે છે તેમ છતાં અત્યાર સુધી ભાજપ દ્વારા બેઠક પર ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી.

ABOUT THE AUTHOR

...view details