ગુજરાત

gujarat

ETV Bharat / city

Decline in Exports of Gold Jewelery : ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે નિકાસમાં 27.76 ટકા ઘટાડો - જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા

જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા મુજબ ગોલ્ડ જ્વેલરીના એક્સપોર્ટમાં ઘટાડો નોંધાયો છે. ગોલ્ડ જ્વેલરી પર ટેક્સેશન અને એમએસએમઇ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગકારોને સરકાર દ્વારા ડાયરેકટ ગોલ્ડ ઉપલબ્ધ ન હોવાનું કારણ આ ઘટાડામાં (Decline in Exports of Gold Jewelery) છે.

Decline in Exports of Gold Jewelery : ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે નિકાસમાં 27.76 ટકા ઘટાડો
Decline in Exports of Gold Jewelery : ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે નિકાસમાં 27.76 ટકા ઘટાડો

By

Published : Jan 3, 2022, 7:51 PM IST

સુરત : કોરોનાકાળમાં જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં એક્સપોર્ટનો ગ્રોથ (Export Import Business 2021) સારો રહ્યો હતો. પરંતુ બીજી બાજુ ગોલ્ડ જ્વેલરીના એક્સપોર્ટમાં 27 ટકાથી પણ વધારે ઘટાડો નોંધાતા (Decline in Exports of Gold Jewelery) એમએસએમઇ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગકારોમાં ચિંતા છે. જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા મુજબ (Gems & Jewelery Promotion Council of India) ગોલ્ડ જ્વેલરીના એક્સપોર્ટમાં ઘટાડા પાછળ ગોલ્ડ જ્વેલરી પર ટેક્સેશન અને એમએસએમઇ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગકારોને સરકાર દ્વારા ડાયરેકટ ગોલ્ડ ઉપલબ્ધ ન હોવાનું કારણ જણાવાઈ રહ્યું છે.

ડાયરેકટ ગોલ્ડ ઉપલબ્ધ ન હોવાનું કારણ

આંતરરાષ્ટ્રીય બજારમાં તેઓ સ્પર્ધા કરી શકતા નથી

જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ વેસ્ટર્ન ઝોન ચેરમેન (GJEPC Chairman Dinesh Nawadia) દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની અંદર કોવિડ 19 પરિસ્થિતિમાં (Export Import Business 2021) પણ ડાયમંડ જ્વેલરીની અંદર સારો ગ્રોથ જોવા મળ્યો હતો. પરંતુ ગોલ્ડ જ્વેલરીની અંદર ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે જો આંકડાકીય તફાવત (Decline in Exports of Gold Jewelery) જોઈએ તો ખાસ કરીને ગોલ્ડની ઉપર ટેક્સેશન અને આ ક્ષેત્રમાં જે એમ.એસ.એમ.ઈ છે તેઓને ડાયરેક્ટ ગોલ્ડ ઉપલબ્ધ નથી. ટેક્સના ભારણના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેઓ સ્પર્ધા કરી શકતા નથી.

આ પણ વાંચોઃ Gems & Jewelry Manufacturers Show-2021: સુરતમાં પિયુષ ગોયલ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યાં

સરકારને આ બાબતે સકારાત્મક રીતે વિચારવા અનુરોધ

તેઓએ (GJEPC Chairman Dinesh Nawadia ) વધુમાં જણાવ્યું હતું ક્વાર્ટરની વાત (Export Import Business 2021) કરવામાં આવે તો એપ્રિલ - નવેમ્બર 2019-20ની સરખામણીમાં વર્ષ 2020-21 ગોલ્ડ જ્વેલરીના એક્સપોર્ટમાં 27.76 ટકા ઘટાડો (Decline in Exports of Gold Jewelery) નોંધાયો છે. ખાસ કરીને એમએસએમઇ ક્ષેત્રમાં ગોલ્ડના ડાયરેક્ટ ઓછા સપ્લાયથી માર્કેટમાંથી ગોલ્ડ લેવા પર ટેક્સેશન વધી જાય છે. સરકારને આ બાબતે સકારાત્મક રીતે એક્સપોર્ટ ગોલ્ડની ફેસિલીટી આપે તો સરકારનું જે લક્ષ્ય છે તે ઉદ્યોગ ફલિત કરી શકે એ સ્થિતિમાં છે.

આ પણ વાંચોઃ વડોદરામાં ગ્રાહકોના ઘરેણા બારોબાર ગીરવે મૂકી 1 કરોડથી વધુનું કૌભાંડ કરનારી IIFL કંપનીની મેનેજર સહિતની ટોળકી ઝડપાઈ

ABOUT THE AUTHOR

...view details