સુરત: સુરત શહેરના રામપુરા વિસ્તારમાં રહેતી 17 વર્ષીય રોશની મહેશભાઈ સોલંકી જે માતાપિતા સાથે ડુમસ ફરવા (Death By Drowning In Surat) ગઈ હતી. રોશની ડુમસના દરિયામાં ન્હાવા (dumas beach surat) ગઈ હતી. પૂનમની ભરતી હોવાને કારણે પાણીનું વહેણ પણ ખૂબ જ હતું અને તેને કારણે રોશની દરિયાના પાણીમાં ખેંચાઈ ગઈ હતી. પોતાની કિશોરીને ડૂબતા જોઈ પિતાએ બૂમાબૂમ કરી હતી.
આ પણ વાંચો:દેશના 34 બીચના સર્વેમાં સુરતના ડુમસ બીચને રાષ્ટ્રીય સ્તર ઉપર સૌથી સ્વચ્છ બીચ જાહેર કરાયો
પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી- આ જોઈને સ્થાનિક તરવૈયાઓએ તાત્કાલિક કિશોરીને બચાવવાની કોશિશ કરી હતી, પરંતુ તે બચી શકી નહોતી. ઘટનાની જાણ થતા જ ડુમસપોલીસ (dumas police surat) પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. આ બાબતે મૃતક રોશનીના પિતાએ જણાવ્યું કે, આજે અમે પરિવાર સહિત ડુમસ ફરવા (dumas beach tourism) ગયા હતા. ત્યાં મારી પુત્રી રોશની (Tourists At Dumas Beach)ને દરિયાના પાણીમાં જવાની ઈચ્છા થઇ એટલે તેણે મને કહ્યું કે, હું અહીં જ છું. એમ કહેતા તે દરિયાના પાણીમાં ગઈ હતી.
આ પણ વાંચો:દરિયામાં ડૂબતા 4 વ્યક્તિને સ્થાનિકોએ બચાવ્યા
પડ્યા બાદ ઊભી થઈ પણ તેમ છતાં વહેણ ખેંચી ગયા- તેમણે જણાવ્યું કે, દરિયાની લહેર આવતા તે પાણીમાં પાડી ગઈ હતી અને ફરી પાછી ઊભી પણ થઈ ગઈ હતી, પરંતુ તેનું સંતુલન ન રહેતા તેને ફરી પાછા પાણી પોતાના વહેણમાં ખેંચી ગયા હતા. આ જોઇને બૂમાબૂમ પણ કરી હતી, જેને લઈને ફૂડ સ્ટોલના કેટલાક લોકોએ મારી દીકરીને બચાવવાની કોશિશ કરી હતી, પરંતુ તે બચી શકી નહોતી. હાલ મારું આખું પરિવાર શોકમય છે. મારા ઘરની લાડકલી હતી.