- લોકડાઉન દરમિયાન 37,000 વાહનો ટોઇંગ કર્યા અંગેનો DCPનો દાવા ખોટો
- આરટીઆઇ એક્ટિવિસ્ટ સંજય ઇઝવા દ્વારા કરવામાં આવેલી RTI માં થયો ખુલાસો
- DCP પ્રશાંત સુંબેએ પત્રકાર પરીષદમાં કર્યો હતો દાવો
સુરતઃ કોરોનાને મહામારીને કાબુમાં લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકડાઉનની જાહેરાત કરાઈ હતી. લોકડાઉનમાં તમામ અવર-જવર બંધ હતી, પરંતુ સુરત ટ્રાફિક વિભાગના DCP સુંબે એ એક પત્રકાર પરિષદમાં જાણકારી આપી હતી કે, ટ્રાફિક પોલીસે લોકડાઉન દરમિયાન 37,000 વાહનો ટોઇંગ કર્યા હતા. દરમિયાન કાયદેસર રીતે ટોઇગ ક્રેનોની કોઈ કામગીરી ન હોવા છતા ક્રેન કંપનીને 1.20 કરોડ જેવી જંગી રકમ ચુકવણી થયા પછી આર.ટી.આઈ એક્ટીવીસ્ટ સંજય ઇઝાવા દ્વારા DGP અને ગૃહ મંત્રાલયમાં કરેલી ફરિયાદ પછી સુરત ટ્રાફિક પોલીસ ખાતામાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ અધિક પોલીસ કમિશ્નરને સોપવામાં આવી હતી.
લોકડાઉન દરમિયાન 37,000 વાહનો ટોઇંગ કર્યા અંગેનો DCPનો દાવા ખોટો ડીટેન કરવામાં આવેલા વાહનો પૈકી ફક્ત 8 વાહનો ટોઇંગ ક્રેનની મદદથી કરાયા હતા ટોઇંગજે દરમિયાન ફરિયાદી અને આર.ટી.આઈ એક્ટીવીસ્ટ સંજય ઇઝાવા દ્વારા કરેલી RTI અરજીમાં મદદનીશ પોલીસ કમિશ્નર, વહીવટ અને પ્લાનિંગ દ્વારા આપવામાં આવેલા જવાબમાં ખુલાસો થયો છે કે લોકડાઉન દરમિયાન 37,000 વાહનો ડીટેન કરવામાં આવ્યા નથી અને સદર સમયગાળામાં ડીટેન કરવામાં આવેલા વાહનો પૈકી ફક્ત 8 વાહનો ટોઇંગ ક્રેનની મદદથી ટોઈંગ કરેલા છે. જે પેટે રૂપિયા 5900 ના દંડ પણ વસુલ થયા છે. લોકડાઉન દરમિયાન 37,000 વાહનો ટોઇંગ કર્યા અંગેનો DCPનો દાવા ખોટો પોલીસ દ્વારા 22 જેટલી ક્રેન પેટે કરોડો રૂપિયાની ચુકવણી કરી
લોકડાઉન દરમિયાન આવશ્યક સેવાઓ સિવાય ના વાહનો રસ્તાપર ખુબ ઓછા હોવા છતાં સુરત ટ્રાફિક પોલીસ દ્વારા 22 જેટલી ક્રેન પેટે કરોડો રૂપિયાની ચુકવણી કરી ભ્રષ્ટાચાર કરી હોવાની ફરિયાદ થતા ગભરાયેલા એવા પ્રશાંત સુમ્બે આઈ.પી.એસ, નાયબ પોલીસ કમિશ્નર, ટ્રાફિક પોલસ દ્વારા પત્રકાર પરીષદમાં સ્પષ્ટતા આપી કે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા લોકડાઉન દરમિયાન 37,000થી પણ વધારે વાહનો ડીટેન કરીને નજીકના ગોડાઉનમાં ટોઇંગ ક્રેનની મદદથી ટોઇંગ કરેલા છે. એટલે અગ્રવાલ અજેન્સીને બીલ પેટે નાણા ચૂકવા પાત્ર છે. પણ અહિયાં RTI માં મળેલા નવા જવાબ મુજબ આ પ્રકારની કોઈ ટોઇંગ થઈ નથી. તો પછી આટલી બધી રકમની ચુકવણી અગ્રવાલ અજેન્સીને શેના આધારે કરવામાં આવી છે ? એ મોટો પ્રશ્ન છે.
લોકડાઉન દરમિયાન 37,000 વાહનો ટોઇંગ કર્યા અંગેનો DCPનો દાવા ખોટો