સુરતઃ કોરોના વાઇરસના પગલે હાલ લોકડાઉન છે. સુરતના ચાર પોલીસ મથક અને એક ચોકી વિસ્તારને કરફ્યૂગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે આવા વિસ્તારોમાં લોકડાઉન અને કરફ્યૂનો ચુસ્ત અમલ કરાવવા માટે સ્થાનિક પોલીસની સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ડ્રોન કેમેરાના માધ્યમથી બાઝ નજર રાખવામાં આવી રહી છે.
સુરત: કરફ્યૂગ્રસ્ત વિસ્તારમાં પોલીસની સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમ ડ્રોનથી રાખશે બાઝ નજર
કોરોના વાઇરસના પગલે હાલ લોકડાઉન છે. સુરતના ચાર પોલીસ મથક અને એક ચોકી વિસ્તારને કરફ્યૂગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે આવા વિસ્તારોમાં લોકડાઉન અને કરફ્યૂનો ચુસ્ત અમલ કરાવવા માટે સ્થાનિક પોલીસની સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ડ્રોન કેમેરાના માધ્યમથી બાઝ નજર રાખવામાં આવી રહી છે.
ક્રાઇમ બ્રાન્ચની ટિમ ડ્રોનથી રાખશે બાઝ નજર
લોકડાઉન અને કરફ્યૂ વિસ્તારમાં બિનજરૂરી રીતે બહાર નીકળતા લોકો સામે કાર્યવાહી કરવા સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રોન કેમેરાથી ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. જ્યાં આજ રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેડ ઝોન ગણાતા માન દરવાજા અને તેની આસપાસના સમગ્ર વિસ્તારમાં ડ્રોન કેમેરાથી આ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.