સુરત:સુરતના પાંડેસરા (Crime Case In Surat) વિસ્તારમાં આવેલ રામનગર સોસાયટીમાં રહેતા ભૈયાસાહેબ હોમરાજ બ્રહ્નસેને ગતરોજ તેમનાં જ પુત્રે પેટમાં ચાકુ મારતા તેમને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં લઇ જતા તેમનો જીવ બચ્યો હતો. આ કલયુગમાં પાલકધારી પિતાને જ ઘા આપ્યો, દારૂ પીવા પૈસા આપતા પિતાને દારૂડિયા પુત્રએ (alcoholic son tried to kill his father) પેટમાં ચપ્પુ ઘુસાડી મારી નાખવાનો પ્રયાસ કરતા ચર્ચાનો વિષય બન્યો છે.
પુત્રએ અગાઉ પણ પિતાને જાહેરમાં માર્યા હોવાનું સામે આવ્યુ
હુમલાખોર એકના એક પુત્રએ અગાઉ પણ પિતાને જાહેરમાં માર્યા હોવાનું અને આપઘાતની કોસીસ કરી હોવાની સાથે ચોરીના કેસમાં જેલવાસ પણ કરી આવ્યો હોવાનું સામે આવ્યું છે. માતા-પિતા અને પત્નીની કમાણી દારૂ પીવામાં નાખતા પુત્રને તો મારી જ નાખીશે એવી વ્યથા વ્યક્ત કરતા અને મોત સામે ઝઝૂમતા વૃદ્ધને લઈ આખું પરિવાર ચોધાર આંસુએ રડવા મજબુર બન્યું છે.
છૂટીને આવ્યા પછી મારી નાખવાની ધમકી
પિતાએ જણાવ્યું હતુ કે, મારો છોકરો કાલે દારૂ પીને આવ્યો કામ ધંધો કરતો નથી મારાં પાસેથી દારૂના પૈસા માગ્યા મેં આપ્યા અને મને ઘણા દિવસથી કહી રહ્યો છે કે, હું તને મારી નાખીશ તારા ટુકડા ટુકડા કરી બોરીમાં ભરી દઈશ પણ એને જે કરવું હતું તે તેણે કરી દીધું તેણે મને પેટમાં ચાકુ મારી દીધું, તે કોઈ કામધંધો કરતો નથી રોમિયોગીરી કરે છે હું અને અમે આખો પરિવાર છોકરાને છોડી બધા છૂટક મજૂરી કામ કરીયે છીએ. મારા છોકરો કાયમ ચાકુ લઈને ફરે છે,એને છોડવો જોઈએ નહિ. હું જ્યારે એમ્બયુલેન્સમાં ત્યારે તેને મને કહ્યું કે, હું છૂટીને આવીશ અને તમને મારી નાખીશ.