ગુજરાત

gujarat

ETV Bharat / city

ઈન્જેકશનની કાળા બજારી: આરોપી ડોક્ટરોએ કહ્યું 15 નહિ એક મહિના સુધી કોરોનાના દર્દીઓની સેવા કરવા તૈયાર

રેમડેસીવીર ઇન્જેક્શનના કાળાબજાર મામલે કોર્ટ દ્વારા બે આરોપી ડોક્ટરોને 15 દિવસ દર્દીઓની સેવા કરવાનું કહ્યું છે. જે નિર્ણયને લોકો આવકારી રહ્યા છે. આરોપીઓ પણ એક મહિના સુધી કોરોનાના દર્દીઓની સેવા કરવા પણ તૈયાર હોવાનું જણાવી રહ્યા છે.

લોકોએ ડોક્ટરોના નિર્ણયને આવકાર્યો
લોકોએ ડોક્ટરોના નિર્ણયને આવકાર્યો

By

Published : May 1, 2021, 9:21 AM IST

  • ડોક્ટરોની સાન આવી ઠેકાણે
  • દર્દીઓની કરશે સેવા
  • લોકોએ ડોક્ટરોના નિર્ણયને આવકાર્યો

સુરત:કોરોનાના કપરા કાળમાં એક તરફ હાલ તબીબો અને સ્ટાફની અછત સર્જાય રહી છે, ત્યારે રેમડેસીવીર ઇન્જેક્શનના કાળાબજાર મામલે કોર્ટ દ્વારા બે આરોપી ડોક્ટરોને નવી સિવિલ હોસ્પિટલની કોવિડ હોસ્પિટલમાં 15 દિવસ સેવા બજાવવાના નિર્ણયને લોકો આવકારી રહ્યા છે. જયારે બીજી તરફ આરોપીઓ પણ એક મહિના સુધી કોરોનાના દર્દીઓની સેવા કરવા પણ તૈયાર હોવાનું જણાવી રહ્યા છે.

લોકોએ ડોક્ટરોના નિર્ણયને આવકાર્યો

આ પણ વાંચો: ભરૂચ જિલ્લામાં રેમડેસીવીર ઇન્જેક્શનની કાળા બજારી કરતા એક તબીબ સહીત 3 શખ્સ ઝડપાયા

ઇન્જેક્શનની કાળાબજાર કરનારા 6 લોકોની ધરપકડ

તાજેતરમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે રેમડેસીવીર ઇન્જેક્શનની કાળાબજાર કરનારા 6 લોકોની ધરપકડ કરી હતી. જેમાંથી કોર્ટ દ્વારા બે આરોપી ડોક્ટરોને નવી સિવિલ હોસ્પિટલની કોવિડ હોસ્પિટલમાં 15 દિવસ સેવા આપવાની શરતે જામીન અપાયા છે. ત્યારે 1 મે તેઓ સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. કોવિડ સ્થિતિમાં ડોક્ટરો તેમજ મેડિકલ સ્ટાફની અછતને પગલે જો આરોપીને જામીન પર મુક્ત કરાય તો તેઓ કોરોના દર્દીઓની સારવાર કરી શકે એમ છે. તે વાતને ધ્યાને રાખીને નામદાર કોર્ટે બન્ને ડોક્ટરોને જેલમાં મોકલવાને બદલે નવી સિવિલ હોસ્પિટલની કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવવા માટે હુકમ કર્યો હતો. આ નિર્ણયને લોકોની સાથે બન્ને આરોપી ડોક્ટરો પણ સાચો ગણાવી રહ્યા છે. આરોપીઓ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેઓ 15 દિવસ કરતા એક મહિના સુધી સેવા કરવા તૈયાર હોવાનું જણાવી રહ્યા છે.

આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં રેમડેસીવીર ઇન્જેક્શન ન મળતા લોકોને ભોગવવી પડતી હાલાકી

15 દિવસને બદલે જરૂર હશે તો એક મહિનો સેવા કરવા તૈયાર છીએ

આરોપી ડો.સાહિલ ઘોઘારીએ જણાવ્યું કે, મારા સ્વજનને ઈન્જેક્શન જરૂર પડતા મેં મારા મિત્ર પાસેથી ઈન્જેકશન લીધા હતા અને જાણ્યે-અજાણી ભૂલ થઈ ગઈ હતી અને કાળાબજારી માટે પોલીસે અમારી ધરપકડ કરી હતી. અમે 15 દિવસને બદલે જરૂર હશે તો એક મહિનો સેવા કરવા તૈયાર છીએ.

મારે બ્લેકમાં ઇન્જેક્શન લેવાની જરૂર પડી હતી: ડો.હિતેશ ડાભી

આરોપી ડો.હિતેશ ડાભીએ જણાવ્યું કે, મારા માતા પોઝિટિવ હતા અને હું ડોક્ટર હોવા છતાં તેમને રેમડેસીવીર ઈન્જેક્શન મળી રહ્યા ન હતા. તેથી મારે બ્લેકમાં ઇન્જેક્શન લેવાની જરૂર પડી હતી અને મારી માતાને બે ઈન્જેકશન આપ્યા બાદ બચેલા બે ઈન્જેક્શન મારા મિત્રને આપ્યા હતા. પોલીસની કાર્યવાહી સાચી હતી. જ્જ સાહેબે અમને 15 દિવસ સેવાનો હુકમ કર્યો છે પરંતુ સિવિલ હોસ્પિટલમાંથી જો મને એક મહિનો કહેશે તો એક મહિનો અથવા જ્યારે પણ શહેરની હોસ્પિટલમાં મારી જરૂર હશે ત્યારે અમે ખડેપગે હોઈશું.

ABOUT THE AUTHOR

...view details