કોરોના ઇફેક્ટ: સુરતની આ શાળા પરીક્ષા લીધા વિના વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં પ્રવેશ આપશે - સુરતના તાજા સમાચાર
સુરતમાં કોરોના વાઇરસની તકેદારીના ભાગરૂપે સંસ્કાર ભારતી વિદ્યાલયના ટ્રસ્ટીઓ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓને પરીક્ષા લીધા વિના આગળના ધોરણમાં પ્રવેશ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
સંસ્કાર ભારતી વિદ્યાલય
સુરતઃ કોરોના વાઇરસની અસર રોકવા માટે સરકાર દ્વારા 29 માર્ચ સુધી શૈક્ષણિક કાર્ય બંધ કરવામાં આવ્યું છે, તો બીજી તરફ પરીક્ષાઓ પણ મોકૂફ કરવામાં આવી છે. પરીક્ષાને લઈને અસમંજસ ભર્યો માહોલ છે, ત્યારે સંસ્કાર ભારતી વિદ્યાલયે તમામ પરીક્ષાઓ રદ્દ કરી વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં પ્રવેશ આપવાની જાહેરાત કરી છે.