- કોરોના મહામારીમાં 2.85 લાખ PF ક્લેઈમ ક્લિઅર કરાયા
- 846 કરોડ PFના નાણા ચુકવવામાં આવ્યા
- પોસ્ટ દ્વારા રકમ મોકલવામાં આવી
સુરત ( Corona Effect ) : કોરોના કાળ (Corona Pandemic) માં અનેક પરિવારો આર્થિક સંકડામણ શિકાર થયા છે.કોરોનામાં સારવારનો ખર્ચ બાળકોનું ભણતર સહિત અનેક જવાબદારીઓના કારણે લોકો આર્થિક રીતે પડી ભાંગ્યા હતા. આવા લોકોને મદદરૂપ સુરત PF ઓફિસ ( Surat PF Office ) થઈ છે. આવી પરિસ્થિતિમાં જે લોકો સુરત પ્રોવિડન્ટ ફંડ (Provident Fund) કચેરીમાં નોંધાયા હતા તેમના ક્લેઇમ ત્વરિત નિપટાવી તેમને વળતર ચૂકવી દેવામાં આવ્યું હતું. નાણાકીય વર્ષ 2020-21માં કુલ 2.85 લાખ ક્લેઇમ સામે 846 કરોડ સુરત PF ઓફિસ ( Surat PF Office ) દ્વારા ચૂકવવામાં આવ્યા છે. જેમાંથી 49 હજાર કેસ કોવિડ 19ના હતા જેમાં ક્લેઇમ કરનારા લોકોને 88 કરોડ ચૂકવવામાં આવ્યા છે.
આ પણ વાંચો :પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત સુરતની 2030 જેટલી કંપનીઓએ યોજનાનો લાભ લીધો