ગુજરાત

gujarat

ETV Bharat / city

Corona Cases In Surat: સુરતમાં કોરોનાના કેસો વધતા તંત્ર એલર્ટ, 94 જેટલા કસ્ટર ઝોન જાહેર કરવામાં આવ્યા - શાળામાં વિદ્યાર્થીઓ કોરોના પોઝીટીવ

સુરત શહેરમાં કોરોનાના કેસોમાં (Corona Cases In Surat) વધારો થઇ રહ્યો છે. સતત વધી રહેલા કેસોના કારણે મહાનગરપાલિકા (Municipal Corporation Surat) દ્વારા હાલમાં કસ્ટર ઝોન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. રોજના 15 થી 20 જેટલા કોરોના કેસ આવતા આજની તારીખમાં 94 જેટલા કસ્ટર ઝોન જાહેર (Custer Zone In Surat) કરવામાં આવ્યા છે

Corona Cases In Surat: સુરતમાં કોરોનાના કેસો વધતા તંત્ર એલર્ટ, 94 જેટલા કસ્ટર ઝોન જાહેર કરવામાં આવ્યા
Corona Cases In Surat: સુરતમાં કોરોનાના કેસો વધતા તંત્ર એલર્ટ, 94 જેટલા કસ્ટર ઝોન જાહેર કરવામાં આવ્યા

By

Published : Dec 27, 2021, 5:14 PM IST

સુરત : સતત વધી રહેલા (corona cases in gujarat) કોરોના કેસોના કારણે મહાનગરપાલિકા (Municipal Corporation Surat) દ્વારા હાલમાં કસ્ટર ઝોન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગત અઠવાડિયામાં 54 જેટલા કસ્ટર ઝોન હતા. રોજના 15 થી 20 જેટલા કોરોના કેસ આવતા આજની તારીખમાં 94 જેટલા કસ્ટર ઝોન જાહેર (Custer Zone In Surat)કરવામાં આવ્યા છે..જેમાં 8077 વસ્તી આવરી લેવામાં આવી છે એમાં 102 જેટલાં એક્ટિવ કેશ છે.

સુરતમાં કોરોનાના કેસો વધતા તંત્ર એલર્ટ, 94 જેટલા કસ્ટર ઝોન જાહેર કરવામાં આવ્યા

સુરત શહેરમાં કોરોનાના કેસોમાં વધારો

સુરત શહેરમાં કોરોનાના કેસોમાં વધારો થઇ (Corona Cases In Surat) રહ્યો છે, આ ઉપરાંત વિદ્યાર્થીઓ પણ પોઝીટીવ આવી રહ્યા છે, ત્યારે મનપા દ્વારા અલગ અલગ શાળાઓમાં ટેસ્ટીંગ સધન કરવામાં આવી રહ્યું છે. સુરતમાં કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે, જેને લઈને એક તરફ સુરતમાં તંત્ર દ્વારા વેક્સીનેશન પણ વધુ તેજ કરાયું છે, આ ઉપરાંત પોઝીટીવ લોકોમાં વિદ્યાર્થીઓનો સમાવેશ પણ થઇ રહ્યો છે, જેને લઈને મનપાની ટીમ સજાગ બની છે.

શાળામાં તમામ લોકોનું ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે

આરોગ્ય વિભાગ દ્વારા જે શાળામાં વિદ્યાર્થી પોઝીટીવ (corona positive Students)આવી રહ્યા છે, તે શાળામાં તમામ લોકોનું ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે, તેમજ અલગ અલગ શાળામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ અન્ય સ્ટાફના લોકોનું પણ ટેસ્ટીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, ધનવતરી રથ દ્વારા અલગ અલગ ટીમ બનાવી આ કામગીરી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:

Corona Cases In Surat: સુરતમાં 200 દિવસ બાદ નોંધાયું કોવિડથી અવસાન, વધુ 16 કેસ આવ્યા

Corona case in Surat: કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ રાજ્યપ્રધાન દર્શના જરદોશના પુત્ર કોરોના પોઝિટીવ

ABOUT THE AUTHOR

...view details