ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં કોરોના સંક્રમણ ઘટતા તમામ રૂટ પર BRTS બસ સેવા શરૂ - Surat Municipal Corporation

સુરતમાં કોરોના સંક્રમણ ઘટતા ગુરુવારથી ફરી 4 રૂટ પર 82 BRTS બસ દોડતી શરૂ થઈ છે મનપા દ્વારા કોરોના ગાઇડલાઇન પ્રમાણે BRTS બસ શરૂ કરવામાં આવી છે હાલ તમામ રૂટ પર બસ શરૂ થઈ જતા રોજિંદા કામ કરતા લોકોને રાહત થઇ છે.

xx
સુરતમાં કોરોના સંક્રમણ ઘટતા તમામ રૂટ પર BRTS બસ સેવા શરૂ

By

Published : Jun 4, 2021, 9:43 AM IST

  • સુરતમાં BRTS બસ સેવા શરૂ
  • નોકરીયાતોને મળી રહાત
  • કોરોના કેસ ઘટતા લેવાયો નિર્ણય

સુરત: શહેરમાં કોરોના સંક્રમણમાં (Corona Transition) ઘટાડો જોવા મળી રહ્યો છે. સંક્રમણ ઘટતા મનપા દ્વારા BRTS બસ સેવા શરૂ કરવામાં આવી છે. ગુરુવારથી વધુ 4 રૂટ પર 82 બીઆરટીએસ બસ સેવા શરૂ કરવામાં આવી છે.

નોકરીયાતોને રાહત

શહેરના જહાંગીરપુરા કોમ્યુનિટી હોલથી કડોદરા,સોમેશ્વર જંકશન થી અમેઝિયા પાર્ક,રેલ્વે સ્ટેશન થી કડોદરા અને કોસાડ આવાસથી ખરવર નગર રોડ પર બસ સેવા શરૂ કરવામાં આવી છે તમામ રૂટ પર બસ સેવા શરૂ થતાં રોજિંદા કામ કરતાં નોકરીએ જતા લોકોને રાહત થઇ છે.

સુરતમાં કોરોના સંક્રમણ ઘટતા તમામ રૂટ પર BRTS બસ સેવા શરૂ

આ પણ વાંચો : સુરત ગ્રામ્યમાં કોરોનાના નવા વધુ 57 કેસ નોંધાયા

મુસાફરોને રાહત

બસમાં મુસાફરી કરતા દેવ્યાનીએ જણાવ્યું હતું કે મનપા દ્વારા બસ સેવા શરૂ કરવા આવી છે ખૂબ જ સારું છે કારણ કે રિક્ષાચાલકો વધુ ભાડું લેતા હતા અને રીક્ષામાં વધારે પેસેન્જરો બેસાડતા હતા જેથી કોરોના લાગી શકે તેવો ભય રહેતો હતો બસ સેવા સારી છે સમય પર આવી જતી હોય છે.

આ પણ વાંચો : સુરત ગ્રામ્યમાં બુધવારે કોરાનાના વધું 75 પોઝિટિવ કેસ નોંધાયા

ABOUT THE AUTHOR

...view details