- વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા ખાનગી કોલેજોમાં ચાલતા ટ્યૂશન ફીમાં 12 ટકાનો ઘટાડો
- કોરોના મહામારીને લઈને લોકોના ધંધા રોજગાર બંધ હોવાથી લેવાયો નિર્ણય
- યુનિવર્સિટીની આ વાતથી ખાનગી કોલેજોમાં સંચાલકોમાં નારાજ
સુરત: હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંલગ્ન ખાનગી કોલેજોમાં ચાલતા ટ્યૂશન ફીને લઈને 12 ટકા જેટલો માફ કરવામાં આવ્યો હતો. આ વાતને ત્રણ મહિના થઇ ગયા છે. મહામારીને લઈને લોકોના ધંધા રોજગાર બંધ થઇ ગયા છે, આ માટે વિદ્યાર્થીઓ દ્વારા ફી ઘટાડવાની માંગ કરવામાં આવી હતી. ત્યારબાદ યુનિવર્સિટી દ્વારા ટ્યુશન ફીમાં 12 ટકા માફી આપવામાં આવી હતી, પરંતુ હજી પણ યુનિવર્સિટી સાથે સંલગ્ન ખાનગી કોલેજોમાં આ વાતને લઈને સંચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે.