ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં યુપીના શ્રમિકોને ઘરે જવા માટે કલેક્ટરે આપી મંજુરી - UP workers allowed to go home

દેશમાં લોકડાઉન છે ત્યારે દેશમાં અનેક લોકો વિવિધ રાજ્યોમાં ફસાયા છે. ત્યારે સુરતમાં પણ પરપ્રાંતીય શ્રમિકો ફસાયા છે. જેથી 27 એપ્રિલના રોજ જિલ્લા કલેકટર દ્વારા એક બસને યુપીના સિદ્ધાર્થ નગરના ડુમરિયાગંજ સુધી જવા અને પરત આવવા માટેની પરવાનગી આપવામાં આવી છે. શ્રમિકોને લોકડાઉનમાં સુરત થી જવા માટે પ્રથમ પરવાનગી છે. હાલ માત્ર યુપીએ પોતાના નાગરિકોને બોલાવવા માટે તૈયારી બતાવી છે અન્ય રાજ્યો દ્વારા અત્યારસુધી કોઈ લેખિત પરવાનગી અપાઈ નથી જેથી હાલ યુપીના શ્રમિકો આ બસથી યુપી જશે.

સુરતમાં યુપીના શ્રમિકોને ઘરે જવા માટે કલેક્ટરે આપી મંજુરી
ફાઇલ ફોટો

By

Published : Apr 27, 2020, 6:24 PM IST

સુરતઃ દેશમાં લોકડાઉન છે ત્યારે દેશમાં અનેક લોકો વિવિધ રાજ્યોમાં ફસાયા છે. ત્યારે સુરતમાં પણ પરપ્રાંતીય શ્રમિકો ફસાયા છે. જેથી 27 એપ્રિલના રોજ જિલ્લા કલેકટર દ્વારા એક બસને યુપીના સિદ્ધાર્થ નગરના ડુમરિયાગંજ સુધી જવા અને પરત આવવા માટેની પરવાનગી આપવામાં આવી છે.

સુરતમાં યુપીના શ્રમિકોને ઘરે જવા માટે કલેક્ટરે આપી મંજુરી

જિલ્લામાં રહેતા પરપ્રાંતીય શ્રમિકોએ લોકડાઉનમાં પોતાના વતન જવા ઈચ્છા બતાવી હતી. જે અંગે નવસારીના સાંસદ સી.આર.પાટીલે સુરતમાં રહેતા પરપ્રાંતીય શ્રમિકોને પોતાના વતન મોકલવા માટે ગૃહ મંત્રાલય અને રાજ્ય સરકારને જાણ કરી હતી. જેથી અત્યારસુધી માત્ર ઉત્તર પ્રદેશ સરકારે જ શહેરમાં રહેતા પોતાના નાગરિકોને પરત બોલાવવાની તૈયારીઓ બતાવતા જિલ્લા કલેક્ટર દ્વારા શ્રમિકોને જવા માટે પરવાનગી આપવામાં આવી હતી.

સુરતમાં યુપીના શ્રમિકોને ઘરે જવા માટે કલેક્ટરે આપી મંજુરી

શ્રમિકો માટે 36 સીટની સ્લીપર બસને પરવાનગી મળી છે. યુપીના સિદ્ધાર્થનગરના ડુમરિયાગંજમાં આ બસ જશે. શ્રમિકોના મેડિકલ ટેસ્ટ થયા બાદ આ બસ 28 એપ્રિલના રોજ સાંજે યુપી જવા નીકળશે. જેથી લોકડાઉનમાં શહેરમાં રહેતા યુપીના પરપ્રાંતીય શ્રમિકો હવે યુપી જઈ શકશે

ABOUT THE AUTHOR

...view details