ગુજરાત

gujarat

ETV Bharat / city

આપણને લાગે કે, પહેલો નંબર આપણો છે પણ ક્યારે કોણ આગળ આવી જાય તે ખબર ના પડેઃCM - Textile weaving industry

સુરતમાં ત્રિદિવસીય વાયબ્રન્ટ વિવર્સ એક્સ્પો 2022 આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખ્ય અતિથિ તરીકે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે સુરતમાં હાજરી આપી હતી. જયારે મુખ્ય પ્રધાન વેપારીઓ સંબોધિત કરવા માટે નિવેદન શરૂ કરતાંની સાથે કહ્યું કે, આપણને લાગે કે સૌથી પહેલો નંબર આપણો છે, પરંતુ ક્યારે કોણ આગળ આવી જાય તે ખબર ના પડે. તેમની આ વાત સાંભળીને લોકો ચોકી ગયા હતા. Three Day Vibrant Vivars Expo 2022 Vibrant Weavers Expo 2022

મુખ્ય પ્રધાન વિવર્સ એકસ્પોના વિવિધ સ્ટોલની મુલાકાત લઈ એક્ઝિબિટર્સને પ્રોત્સાહિત કર્યા
મુખ્ય પ્રધાન વિવર્સ એકસ્પોના વિવિધ સ્ટોલની મુલાકાત લઈ એક્ઝિબિટર્સને પ્રોત્સાહિત કર્યા

By

Published : Aug 26, 2022, 8:27 PM IST

Updated : Aug 26, 2022, 10:16 PM IST

સુરતવાયબ્રન્ટ વિવર્સ એક્સ્પો 2022માં (Three Day Vibrant Vivars Expo 2022) મુખ્ય અતિથિ તરીકે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે સુરતમાં હાજરી આપી હતી. વેપારીઓ સંબોધિત કરવા માટે જ્યારે તેઓએ શરૂઆત કરી ત્યારે નિવેદન શરૂ કરતાંની સાથે કહ્યું, આપણને લાગે કે સૌથી પહેલો નંબર આપણો છે, પરંતુ ક્યારે કોણ આગળ આવી જાય તે ખબર ના પડે. તેમની આ વાત સાંભળીને લોકો ચોકી ગયા હતા. બીજી બાજુ તેઓએ આ નિવેદન આપ્યા બાદ સીએમ 5 સેકંડ કશું બોલ્યા નહી, ત્યારબાદ ફરી નિવેદનની શરૂઆત કરી હતી.

વાયબ્રન્ટ વિવર્સ એક્સ્પો 2022 માં મુખ્ય અતિથિ તરીકે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે સુરતમાં હાજરી આપી હતી વે

ત્રિદિવસીય વાયબ્રન્ટ વિવર્સ એકસ્પો 2022 મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ સુરતના સારા દરવાજા ખાતે સ્થિત ગ્લોબલ ટેક્ષટાઈલ માર્કેટ (Surat Global Textile Market) ખાતે ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલ્ફેર એસોસિએશન (Federation of Gujarat Weavers Welfare Association) (ફોગવા) દ્વારા 26થી 28 ઓગષ્ટ 2022 દરમિયાન આયોજિત ત્રિદિવસીય વાયબ્રન્ટ વિવર્સ એકસ્પો 2022ને ખૂલ્લો મૂકતા જણાવ્યું કે, દેશના ગ્રોથ એન્જિન એવા ગુજરાતમાં વિકાસની ગતિ વડાપ્રધાનના માર્ગદર્શનમાં વધુ વેગવાન બનાવવા તેમની ટીમ સતત કર્તવ્યરત છે. શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા જેવી મૂળભૂત બાબતો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરીને સૌનો વિકાસ કરવાની નેમ છે.

આ પણ વાંચોDefence Expo 2022:વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સહિત રાજ્યની બે મોટી ઇવેન્ટ રદ

સુરતનું દેશમાં 50 ટકા યોગદાનમુખ્ય પ્રધાન વિવર્સ એકસ્પોના વિવિધ સ્ટોલની મુલાકાત લઈ એક્ઝિબિટર્સને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે અહીં વિવિધ વિવિંગ ઉત્પાદનોની જાણકારી મેળવી હતી. આ પ્રસંગે દેશના વસ્ત્રઉદ્યોગમાં ગુજરાતના યોગદાનનો (Contribution of Gujarat to Garment Industry) ઉલ્લેખ કરતાં મુખ્ય પ્રધાને વધુમાં જણાવ્યું કે, દેશની કુલ વસ્ત્ર નિકાસમાં ગુજરાતનો હિસ્સો 12 ટકા અને મેન મેડ ફાઈબર ઉત્પાદનમાં 38 ટકા છે. આર્ટ સિલ્ક ફેબ્રિકના ઉત્પાદનમાં સુરત દેશમાં 50 ટકા યોગદાન આપી રહ્યું છે.

ગુજરાતમાં બે દાયકા પહેલા ઔદ્યોગિક ઉત્પાદન રાજ્યમાં છેલ્લા બે દાયકા પહેલા લઘુ અને સુક્ષ્મ ઉદ્યોગોની સંખ્યા 2.74 લાખ હતી, જે વધીને આજે 8.66 લાખે પહોંચી છે. એટલું જ નહીં, ગુજરાતમાં બે દાયકા પહેલા ઔદ્યોગિક ઉત્પાદન 2.27 લાખ કરોડ હતું, જે આજે વધીને 16.19 લાખ કરોડને આંબી ગયું છે એમ જણાવતા નવી ટેકનોલોજી, નવી પેટર્ન અને સ્કીલ અપગ્રેડેશનના સહારે રાજ્યનો કાપડ ઉદ્યોગ ગતિ પકડી રહ્યો છે, જેમાં સુરતનો ફાળો વિશેષ છે એવો મત તેમણે વ્યકત કર્યો હતો.

આ પણ વાંચોCM Bhupendra Patel Dubai tour: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની વર્લ્ડ એક્સપો મુલાકાતથી દુબઈ પ્રવાસે

વ્યાપારી વધુ માહિતગાર હોય છેવિવર્સ એકસ્પો બેસ્ટ પ્રેક્ટિસીસ, નેટવર્કિંગ, આઈડિયા ક્રિએશનનું માધ્યમ બનશે. એવો આશાવાદ વ્યક્ત કરતા મુખ્ય પ્રધાને જણાવ્યું કે, ટેક્ષટાઈલ વિવિંગ ઉદ્યોગ (Textile weaving industry) ગુજરાતના કુશળ અને બિનકુશળ લોકોને ખૂબ મોટા પાયે રોજગારી આપે છે, ત્યારે પોતાની મૂળભૂત સમસ્યાઓ અંગે સંબંધિત વ્યાપારી વધુ માહિતગાર હોય છે એ વાતથી આ સરકાર સુપરિચિત છે, જેને ધ્યાને લઈ રાજ્ય સરકાર લોકસમસ્યાઓ પ્રત્યે હકારાત્મક અભિગમ અપનાવી નીતિનિર્માણને પ્રાધાન્ય આપે છે.

Last Updated : Aug 26, 2022, 10:16 PM IST

ABOUT THE AUTHOR

...view details