- સુરતમાં ઈચ્છાપુર GIDC વિભાગ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચ્યું
- ઈચ્છાપુરમાં GIDCની પોતાની જમીન હોવાનો દાવો
- સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું
સુરત: ઈચ્છાપુરના ભાઠા ગામના આહીર વાસમાં 9 માર્ચે સવારે 9 વાગ્યે ઈચ્છાપુર GIDC વિભાગ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચ્યું હતું. તે દરમિયાન GIDC દ્વારા મકાન ખાલી કરવાનું કહેવામાં આવતા સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. મહિલા પોલીસ દ્વારા ગામની મહિલાઓને અટકાવાતા અન્ય મહિલાઓ દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:સુરતમાં પ્રદૂષણના નિયમોનો ભંગ કરનારી કંપનીઓને GPCBની ક્લોઝર નોટિસ
રાજેશ આહીરે GIDC પર આરોપ લગાવ્યા
આજે સુરતના ઈચ્છાપુરગામમાં આવેલ ભાઠા ગામના આહીર વાસમાં 9 માર્ચે સવારે ઈચ્છાપુર GIDC દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે પહોંચ્યાં હતાં. તે દરમિયાન GIDC દ્વારા સ્થાનિકોને મકાન ખાલી કરવાનું કહેવામાં આવતા સ્થાનિક અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યારે તે દરમિયાન, રાજેશ આહીર દ્વારા કહેવામાં આવ્યું કે, જો જમીન ઈચ્છાપુર GIDCની છે તો એટલા વર્ષોથી લાઈટ બિલ, વેરા બિલ અમારી પાસે કેમ લેવામાં આવે છે. આ જમીન અમારી છે અને ઈચ્છાપુર GIDC દ્વારા એમ કહેવામાં આવી રહ્યું છે કે, આ જમીન તમે લોકોએ વેચી છે, પણ ક્યારે અને તેના એક પણ કાગળીયા બતાવો.
સુરતના ઈચ્છાપુર ગામના લોકો અને GIDC વચ્ચે સંઘર્ષસુરતના ઈચ્છાપુર ગામના લોકો અને GIDC વચ્ચે સંઘર્ષ આ પણ વાંચો:સુરત બાઈક પર સવાર બે યુવાનો ટેમ્પોમાં અથડાયાતા એકનું ઘટનાસ્થળે મોત અન્યને ઇજા
GIDC દ્વારા વૃક્ષો કાપી દેવામાં આવ્યા
ઈચ્છાપુર આહીર વાસના બધાજ લોકો પાસે ઘરના કાગળીયા છે અને ખોટા સાઈન કરીને અમને એમ કહેવામાં આવે છે કે, તમારા બાપ-દાદાએ આ જમીનો વેચી છે. એમ પણ જો જમીન વેચાઈ ગઈ હોય તો અમારા જ નામનું લાઈટ બિલ, વેરા બિલ પાલિકા કઈ રીતે આપી શકે છે. આખા ગામમાં 1000 જેટલા નારિયેળના તાડના ઝાડ હતા. બધાજ ધીરે-ધીરે GIDC દ્વારા કાપી દેવામાં આવ્યા અને એક તાડના ઝાડનું આયુષ જોવા જઇયે તો 100 વર્ષ કરતા વધુ હોય છે. બધાજ મોટા મોટા ઝાડ પણ આજ GIDC દ્વારા કાપવામાં આવ્યા છે અને એક બાજુ સરકાર એમ કહે છે કે, આપણે એક ઝાડ કાપીએ તો તેના બદલે 10 વૃક્ષો વાવીએ, પણ અહીયા ખાલી કાપવાનું જ કામ ચાલે છે.