સુરત: શહેરના કાળીદાસ નગરમાં રહેતો 1 વર્ષીય અનમોલ ઘરની પાસે આવેલ ખુલ્લી અન્ડરગ્રાઉન્ડ પાણીની ટાંકમાં રમતા રમતા પડી જવાથી બાળકનું મૃત્યું (Child dies after falling into water tank) થતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ પોલીસને થતા જ વરાછા પોલીસ દોડતી થઈ ગઈ હતી. હાલ આ મામલે વરાછા પોલીસે અકસ્માતનું ગુનો નોંધાવી આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:આખા પરિવારને સળગાવી દેવાનો કર્યો પ્રયાસ, સીસીટીવીમાં કેદ થયું કૃત્ય
બાળક પાણીની અન્ડરગ્રાઉન્ડ ટાંકીમાં પડી જતા થયું મોત : સૂત્ર માહિતી અનુસાર 1 વર્ષીય અનમોલ તિવારી પોતાની માતા જોડે નીચે પાણી ભરવા માટે ગયો હતો. ત્યાં પાણી ભરવા માટે તેમાં માતા બાળક પાણીની અન્ડરગ્રાઉન્ડ ટાંકીમાં પડતા મોતપાણી ભરી રહી હતી અને અનમોલ ત્યાં રમી રહ્યો હતો. માતા રાબેતા મુજબ દરરોજ આ જ રીતે અન્ડરગ્રાઉન્ડ પાણીની ટાંકી ખોલીને પાણી ભરતા હતા. તે ઉપરાંત અનેક લોકો પણ પાણી ભરતા હતા, પરંતુ આજે તેઓ એકલા હતા અને ટાંકી ખોલી પાણી ભરતા તા તે સમય દરમિયાન અનમોલ તેમની પાછડ જઈ રમવા લાગ્યો હતો.
આ પણ વાંચો:વરસાદને કારણે હોગેનક્કલ ધોધ થયો અદૃશ્ય
રમતા રમતા બાળક અન્ડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં પડી ગયો :1 વર્ષીય અનમોલ રમતા-રમતા ખુલ્લી અન્ડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં પડી ગયો હતો. અને કોઈ ને આ વાતની ખબર પડી ન હતી. અંતે માતાને અનમોલ ન દેખાતા તેઓએ અનમોલની શોધખોળ હાથ ધરી હતી, ત્યારે તેમને ટાંકીમાં અનમોલ બેભાન અવસ્થામાં જોવા મળ્યો હતો. માતાએ તાત્કાલિક બુમાબુમ કરતા પાડોશીઓ દોડી આવ્યા હતા અને અનમોલ ને બહાર કાઢી તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. ફરજ પરના ડૉક્ટરે અનમોલને મૃત જાહેર કર્યો હતો. હાલ આ મામલે પોલીસે અકસ્માત નોંધી આગળની તપાસ હાથ ધરી છે.