ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત એરપોર્ટ પર કોરોના ટેસ્ટિંગ અને કસ્ટમ ચેકિંગને લઇ અવ્યવસ્થાના દૃશ્યો સર્જાયા - surat airport corona testing

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અવ્યવસ્થાના દ્રશ્યો સામે આવ્યા છે. સુરત એરપોર્ટ પર જ્યારે શારજાહ-સુરતની ફ્લાઇટ આવી ત્યારે યાત્રીઓને એરપોર્ટ પર હાલાકી ભોગવવી પડી હતી. સુરત એરપોર્ટ પર આ અવ્યવસ્થાને પગલે યાત્રીઓનો હંગામો પણ જોવા મળ્યો. શારજાહથી ફ્લાઇટ આવ્યા બાદ કસ્ટમ ચેકિંગ અને કોરોના ટેસ્ટિંગની પ્રક્રિયા દરમ્યાન યાત્રિયોનું ટોળું જોવા મળ્યું હતું.

સુરત એરપોર્ટ
સુરત એરપોર્ટ

By

Published : Apr 1, 2021, 12:34 PM IST

  • સુરત એરપોર્ટ કોરોના ટેસ્ટિંગ માટે નાનું પડે છે
  • કસ્ટમ કાઉન્ટરની બાજુમાં જ રાખવામાં આવ્યું કોરોના ટેસ્ટિંગ
  • લગેજ બેલ્ટ અને કસ્ટમ લાઇન માટે પણ એરપોર્ટ પર પર્યાપ્ત જગ્યા નથી

સુરત: શહેરમાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસ વચ્ચે એરપોર્ટ, ટોલ નાકા અને બસ સ્ટેન્ડ ઉપર કોરોનાનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે સુરત એરપોર્ટ પર કોરોના ટેસ્ટિંગ અને કસ્ટમ ચેકિંગને લઇ અવ્યવસ્થાના દૃશ્યો સામે આવ્યા છે. સુરત એરપોર્ટ પર શારજાહની ફ્લાઈટ આવ્યા બાદ અવ્યવસ્થાના દ્રશ્યો અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળ્યા હતા.

સુરત એરપોર્ટ પર સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

આ પણ વાંચો:સુરતના હોટસ્પોટ વિસ્તાર લીંબાયતમાં રમજાનની ખરીદીના દ્રશ્યો વિચલિત કરી દેશે

લગેજ બેલ્ટ અને કસ્ટમ લાઇન માટે પણ એરપોર્ટ પર પર્યાપ્ત જગ્યા નથી.

કોરોના ટેસ્ટિંગ કસ્ટમ ચેકિંગની બાજુમાં જ કરવામાં આવતા યાત્રિઓએ હંગામો કર્યો હતો. સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા અને ટેસ્ટમાં પણ બે જ લોકોનો સ્ટાફ હોવાના કારણે યાત્રીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. યાત્રીઓએ આક્ષેપ કર્યા છે કે, એક્ઝિટ ગેટને બદલે કોરોના ટેસ્ટ કસ્ટમ કાઉન્ટર પાસે જ મૂકાતા લાઈન આગળ નથી વધતી સાથે લગેજ બેલ્ટ અને કસ્ટમ લાઇન માટે પણ એરપોર્ટ પર પર્યાપ્ત જગ્યા નથી. આ સ્થિતિ વચ્ચે વૃદ્ધો અને મહિલાઓએ અધિકારીઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર મામલે સુરત એરપોર્ટ ડેવલોપમેન્ટ માટે કાર્યરત એનજીઓના સભ્ય સંજય અગ્રવાલે જણાવ્યું હતું કે, આ સ્થિતિ રોજ જોવા મળે છે, ટર્મિનલ નાનું હોવાના કારણે આ સ્થિતિ સર્જાતી હોય છે.

યાત્રિયોનું ટોળું

આ પણ વાંચો:બરોડા ડેરીની ચૂંટણીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

ABOUT THE AUTHOR

...view details