સુરત:હોળીના તહેવાર અને સુરતમાં લવલી ન હોય એવું ક્યારેય ન બને. લવલી આ કોઈ છોકરી નથી. પરન્તુ છોકરો જ છે જે હોળીના તહેવાર(Celeberation of Phagotsa) દરમિયાન સુરતમાં વસતા રાજસ્થાની લોકો દ્વારા ઉજવાતા ફાગોત્સવમાં છોકરી બનીને નાચે છે. લવલીને લવલી નામ પણ સુરતમાં જ સુરતના લોકો દ્વારા જ મળ્યું છે.
છેલ્લા 18 વર્ષથી સુરત આવું છું અને સુરતે મને લવલી નામ આપ્યું છે. લવલીને જોઈને કહી ના શકે કે આ છોકરો છે કે છોકરી - સુરતનો ફાગોત્સવ લવલી વગર અધૂરો છે. અને પહેલી નજરમાં કોઈ પણ વ્યક્તિ લવલીને જોઈને કહી ન શકે કે આ છોકરો છે કે છોકરી. વિક્રમની લવલી બનવા સુધીની સફર પણ એક ફિલ્મી સ્ટોરી જેવી રહી છે. એક છોકરી તરીકેના પહેરવેશમાં તેણે ઘણા એવા લોકોનો સામનો પણ કર્યો છે, જેઓ વિક્રમને ખરેખર છોકરી સમજીને તેની પાછળ પડ્યા હતાં. આટલી બધી મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ 14 વર્ષની મુશ્કેલીઓ બાદ વિક્રમ લવલીનું (Lovely dancer)બિરુદ મેળવી શક્યો છે.
આ પણ વાંચો:આદિવાસી વિસ્તારમાં હોળીની ઉજવણી માટે લોકો સજ્જ ,પર્વની પહેલા બજારમાં ફાગ ઉઘરાવતા જોવા મળ્યા
છેલ્લા 18 વર્ષથી સુરત આવું છું -આ અંગે વિક્રમ જણાવ્યું હતું કે, નાનપણ ખૂબ જ ગરીબીમાં વીત્યું હતું. શરૂઆતમાં મેં નોકરી કરી અને રાતે આવા કાર્યક્રમોમાં હું છોકરી બનીને નાચતો હતો. નોકરી કરતા મને આ કાર્યક્રમોમાં સારી કમાણી થતી હતી. ગરીબ પરિવારમાં ભાઈબહેનોનું ગુજરાન ચલાવવાનું હતું તેથી નોકરી છોડી ફુલ ટાઈમ ડાન્સનું(Dance full time) જ કામ કરવાનું શરૂ કર્યું હતું. શરૂઆત દિવસોમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો પણ છેલ્લા 18 વર્ષથી સુરત આવું છું અને સુરતે (Lovely name given by Suratis)મને લવલી નામ આપ્યું છે.
આ પણ વાંચો:ડિસ્કવર ઇન્ડિયાઃ છોટા ઉદેપુરમાં હોળીના દિવસોમાં યોજાય છે ભાગોરીયાના મેળો
વિક્રમથી લવલી બનવામાં મને અઢી કલાક લાગે છે -લવલીએ જણાવ્યું કે એકવાર એવો બનાવ બન્યો હતો કે મારે મારા ગ્રુપ સાથે પ્રોગ્રામ છોડીને ભાગવું પડ્યું(leave program and run) હતું. છોકરી બનીને જયારે પણ કોઈ પ્રોગ્રામમાં જાઉં છું ત્યારે મોટાભાગનાના લોકો એ નથી સમજી શકતા(they thinks i am girl) હું છોકરી છું કે છોકરો. એક દિવસ મારે મારા ગ્રુપ જોડે પ્રોગ્રામમાં જવાનું હતું. ત્યારે હોટેલ પરથી અમારી પાછળ બે ત્રણ છોકરાઓ છોકરી સમજીને પાછળ પડ્યા હતાં. અમારા પ્રોગ્રામના સ્થળ સુધી અમારી પાછળ આવ્યા હતાં અને છેડતી (Tried to tease)કરવાની કોશિશ કરી હતી. તેથી અમારે પ્રોગ્રામ છોડીને ભાગવું પડ્યું હતું. વિક્રમથી લવલી બનવામાં મને અઢી કલાક લાગે છે.