સુરતના મેયર જગદીશ પટેલ પોતે કોરોનાનું સંક્રમણ ભોગવી ચૂક્યાં છે. ત્યારે આ રોગની ભયાનકતાથી વાકેફ છે. જેથી કોરોનાની સારવારમાં શક્ય એટલી ઝડપથી સારવાર માટે રસી મહત્ત્વની બની રહેનાર છે. ત્યારે મેયર ડૉ. જગદીશ પટેલે હેલ્થ સેન્ટરની મુલાકાત બાદ જણાવ્યું હતું કે, 14 લાખ ડોઝ સ્ટોર થઈ શકે તેટલી આ સેન્ટરની કેપિસિટી છે. આ હેલ્થ સેન્ટર ખાતે 1235 લીટર સ્ટોરેજ ક્ષમતા છે. અન્ય હેલ્થ સેન્ટર ખાતે પણ 5760 લીટર મળી કુલ 7 હજાર લીટર રસીના સ્ટોરેજની ક્ષમતા છે. રસીકરણ માટે સરકારની સૂચનાઓ મુજબ હેલ્થ વર્કરની યાદી બાદ હવે ફ્રન્ટ વર્કરની યાદી તૈયાર કરાશે.