સુરતના ઉધના વિસ્તારમાં ફરી એક વખત બસે રાહદારીને અટફેટે લીધો હતો. છેલ્લા કેટલાક સમયથી સીટી બસ દ્વારા અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે હવે એસટી બસ દ્વારા પણ રાહદારીને અટફેડે લેતા લોકો રોષે ભરાયા હતા. બસચાલકે રોડ પરથી પસાર થઈ રહેલા રાહદારીને અડફતે લેતા તેને ગંભીર ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્ત હાલતમાં રાહદારીને સારવાર અર્થે 108 દ્વારા સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
સુરતમાં ST બસ ચાલકે રાહદારીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો - સુરતમાં અકસ્માતની ઘટના
સુરત: ઉધના વિસ્તારમાં ST બસ ચાલકે રાહદારીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. રાહદારીને ગંભીર ઈજા પહોંચી હોવાથી સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ દુર્ઘટના બાદ બસ ચાલક ઘટના સ્થળથી ફરાર થઈ ગયો હતો.
અકસ્માત બાદ ભાગવા જતા એસ.ટી.બસના ચાલકે બસ બીઆરટીએસ રૂટ પર રોંગ સાઈડે લેતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી. લોકોનું ટોળુ ભેગુ થઇ જતા રોડ પર વાહનો પસાર થઈ શક્યા નહોતા. ઘટના બાદ પેસેન્જર ભરેલી બસ મૂકી ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. વલસાડ -રાઘનપૂર રૂટ પર દોડતી દમણગંગા સ્લીપર કોચ બસના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે બસમાં યાત્રીઓ પણ હતા. બસ ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ જતા યાત્રીઓ બસમાં અટવાઈ ગયા હતા. ઈજાગ્રસ્ત રાહદારી હાલ હોસ્પિટલમાં સારવાર અર્થે છે. જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું હતું.