ગુજરાત

gujarat

ETV Bharat / city

ઓડિશાથી સુરતની 3 ટ્રેન જાહેર થયાના 24 કલાકની અંદર 1 મહિના માટે બુકિંગ ફૂલ - announcement of 3 trains from Odisha to Surat

લોકડાઉન દરમિયાન લાખોની સંખ્યામાં સુરતથી પરપ્રાંતિય શ્રમિક પોતાના વતન ચાલ્યા ગયા હતા, પરંતુ હવે અનલોકમાં ઉદ્યોગો શરૂ થતા શ્રમિકો ફરી સુરત આવવા માગે છે. આ સાથે સુરતના ઉદ્યોગકારો અને ચેમ્બર ઓફ કોમર્સએ પણ સરકાર પાસે કારીગરોને લાવવા માટે ખાસ ટ્રેનની માંગણી કરી હતી. આ માંગણીને ધ્યાનમાં રાખી સરકારે ઓડિશાના શ્રમિકોને સુરત લાવવા માટે 3 ટ્રેનની ફાળવણી કરી હતી. 24 કલાકમાં આ ત્રણેય ટ્રેનનું બુકિંગ એક મહિના માટે ફુલ થઇ ગયું છે.

trains from Odisha to Surat
trains from Odisha to Surat

By

Published : Sep 11, 2020, 6:21 PM IST

સુરત : કેન્દ્ર સરકાર દ્વારા શ્રમિકો રોજગાર માટે ફરી સુરત આવી શકે તેવા હેતુથી ઓડિશાથી સુરતની 3 ટ્રેનની જાહેરાત કરી છે. ટ્રેનની જાહેરાત થયાના ગણતરીના કલાકોમાં ત્રણેય ટ્રેનનું બુકિંગ એક મહિના માટે ફૂલ થઈ ગયું છે. 24 કલાકમાં બુકિંગ ફુલ થતા ટ્રેન 15મી ઓક્ટોબર સુધીની ટ્રેનમાં કોઈ જગ્યા બચી નથી.

આ અંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, આ અંગે કેન્દ્ર સરકારને રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ ત્રણ ટ્રેનની ફાળવણી કરવામાં આવી છે. આ 3 ટ્રેન એક મહિના માટે ફૂલ થઇ ગઇ છે, જ્યારે જે ગાઇડલાઇન પ્રમાણે 700 લોકો ટ્રેનમાં આવી શકતા હતા, તેની જગ્યાએ હવે 1200 લોકો ટ્રેનમાં આવી શકશે. શ્રમિકોના આવવાથી ઉદ્યોગને વેગ મળશે.

ઓડિશાથી સુરતની 3 ટ્રેન જાહેર થયાના 24 કલાકની અંદર 1 મહિના માટે બુકિંગ ફૂલ

દક્ષિણ ગુજરાતમાં કાપડ ઉદ્યોગમાં 80 ટકા શ્રમિકો ઓડિશાના ગંજામ અને બહેરામપુર જિલ્લાના વતની હોવાથી તેમને સુરત પરત લાવવા માટે સુરત અને પુરી (ઓડિશા) વચ્ચે દોડતી ટ્રેન નં. 22827 (પુરીથી સુરત), 12844 (પુરીથી અમદાવાદ), 12994 (પુરીથી ગાંધીધામ) અને 18401 (પુરીથી ઓખા)ને શરૂ કરવાની માંગણી કરવામાં આવી હતી. જો આ ટ્રેનો શરૂ ન કરવામાં આવે તો પુરીથી સુરત માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

આ પણ વાંચો -પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ, ગાંધીધામ અને ઓખાથી ત્રણ સ્પેશિયલ ટ્રેન ઓડિશા સુધી દોડશે

દેશ સહિત રાજ્યમાં અનલોકની પ્રક્રિયામાં ધીમે-ધીમે પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાઓ પૂર્વવત થઇ રહી છે. ત્યારે રેલવે દ્વારા 12 સપ્ટેમ્બરથી ભારતના જુદા-જુદા રાજ્યમાં સ્પેશિયલ 80 ટ્રેન દોડાવવાનું શરૂ થશે. જે અંતર્ગત પશ્ચિમ રેલવે દ્વારા પણ 12 સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. જેમાં ગુજરાતને 4 ટ્રેનો મળી છે. હવે તેમાં વધુ 3 સુપરફાસ્ટ ટ્રેનનો ઉમેરો કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details