ગુજરાત

gujarat

ETV Bharat / city

કોંગ્રેસે ફોર્મ ખેંચી લેતા આઝાદી બાદ પહેલી વખત બારડોલીની ખોજ બેઠક ભાજપના ફાળે

બારડોલી તાલુકામાં ભારતીય જનતા પાર્ટીએ એક બેઠક પર બિનહરીફ જીત મેળવી ખાતું ખોલાવ્યું છે. તાલુકા પંચાયતની ખોજ બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ ખેંચી લેતા ભાજપની ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થઈ છે. આઝાદી બાદ પ્રથમ વખત ખોજ બેઠક પર કબજો મળતા ભાજપ કાર્યકરોમાં ખુશીનો માહોલ છે.

By

Published : Feb 16, 2021, 4:57 PM IST

બારડોલી
બારડોલી

  • ભાજપના વૈશાલી પટેલ બિનહરીફ વિજેતા
  • આઝાદી બાદ પહેલી વાર ખોજ બેઠક ભાજપે જીતી
  • કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ

બારડોલી : બારડોલી તાલુકા પંચાયતની ખોજ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારે પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયા છે. આઝાદી પછી પ્રથમ વખત ખોજ બેઠક પર ભાજપનો ભગવો લહેરાતા કાર્યકર્તાઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.

મંગળવારે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારી પત્ર ખેંચવાના છેલ્લા દિવસે તાલુકા પંચાયત અને તાલુકા સેવા સદન ખાતે ઉમેદવારો તેમજ સમર્થકોની અવરજવર વધી ગઈ હતી. કઈ બેઠક પરથી કોણે ફોર્મ પરત ખેંચ્યું તે અંગેની પૃચ્છા કરતાં લોકો નજરે પડ્યા હતા.

કોંગ્રેસની પરંપરાગત બેઠક પર ભાજપનો ઝંડો લહેરાયો

બારડોલી તાલુકા પંચાયતની કોંગ્રેસની કન્ફર્મ ગણાતી બેઠક પર ભાજપ ગાબડું પાડવામાં સફળ રહી છે. તાલુકાની ખોજ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સિતાબેન નરેશભાઈ પટેલે પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. આથી સામે એક માત્ર ભાજપના ઉમેદવાર વૈશાલીબેન જિગ્નેશભાઈ પટેલને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતાં.

ભાજપ કાર્યકર્તાઓમાં આનંદ છવાયો

ખોજ બેઠક આઝાદી બાદ પહેલી વખત ભાજપના ફાળે ગઈ છે અને તે પણ બિનહરીફ જાહેર થતાં ભાજપા કાર્યકરોમાં ભારે આનંદ જોવા મળ્યો હતો. આ બેઠક કોંગ્રેસની પરંપરાગત બેઠક રહી છે. તેમ છતાં કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા અનેક તર્ક વિતર્ક સર્જાય રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details