સુરત : કોરોના મહામારી બાદ મહારાષ્ટ્રમાં ફર્ડ ફલૂની દહેશત (fears of bird flu in Maharashtra) જોવા મળી રહી છે. જેના કારણે ગુજરાતમાં પણ તંત્ર (Bird flu alert in Surat)એલર્ટ છે. સુરત તંત્રએ શહેર અને જિલ્લાના કુલ 90 પોલ્ટ્રી ફાર્મમાં તપાસ હાથ (Checking at 90 Poultry Farm in Surat) ધરી મરઘાના સેમ્પલો તપાસ વખતે ભોપાલના સરકારી લેબમાં મોકલી દેવામાં આવ્યા છે.
તકેદારીના પગલાં લેવા આદેશ
એક તરફ સમગ્ર ભારતમાં આવેલ મહામારી કોરોનાની ત્રીજી લહેર મંદ પડી રહી છે, ત્યારે બીજી તરફ (fears of bird flu in Maharashtra) મહારાષ્ટ્ર બર્ડફલુની દહેશતની વચ્ચે તંત્ર સાબદું બની ગયું છે. ગુજરાતમાં બર્ડ ફ્લૂને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા કેટલીક તકેદારીના પગલાં ભરવાની કડક સૂચનાઓ જિલ્લા પશુપાલન અધિકારીઓને (Bird flu alert in Surat)આપવામાં આવી છે. જેના ભાગરૂપે સુરતના અધિકારી ડોક્ટર નીલેશ પટેલ અને ડોક્ટર ઉસ્માનીએ સત્વરે કામગીરી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ પાદરાનાં ડભાસા ગામે 20 પક્ષીઓનાં મોત બાદ પશુપાલન વિભાગે સર્વેલન્સની કામગીરી હાથ ધરી