ભાવનગરઃ ભાવનગરમાં એક હિન્દૂ યુવતી મુસ્લિમ યુવક સાથે મરજીથી ગઈ અને મુબઈમાં લગ્ન કરી એફિડેવિટ કર્યા. પરંતુ યુવતીના માતાપિતા અને રાજકીય નેતાઓની દરમ્યાનગીરીથી પોલીસ યુવક યુવતીને સમજાવીને લઈ આવી. પણ FIR થઈ છે કે નહીં ? અને લવ જેહાદની (Bhavnagar Love Jihad case 2022) કલમ લાગી છે કે નહીં ? શું સત્ય છે ? શું આ રાજકીય પ્રોપોગેંડા છે ? જો કે રાજકીય વર્તુળોના નેતાઓએ આ બનાવમાં પોલીસને દોડાવીને યુવતીને ઘર સુધી પહોંચાડી છે.
પાલીતાણા બાદ ભાવનગરનો બનાવ લવ જેહાદ?
ભાવનગરના આનંદનગર વિસ્તારની યુવતી કોઈ મુસ્લિમ યુવક સાથે ભાગી ગઈ હોવાની ઘટના ઘટી હતી. યુવક યુવતીને પરત લાવવામાં પોલીસને સફળતા મળી છે. ASP સફિન હસને જણાવ્યું હતું કે યુવતીના પરિવાર તરફથી જાણવાજોગ અરજી પોલીસને કરવામાં આવી હતી. જેને પગલે બંનેનું લોકેશન મુંબઇમાં મળતાં બંનેને કાઉન્સેલિંગ કરીને પરત લઈ આવ્યામાં આવ્યાં છે. યુવતી અને યુવક પુખ્ત વયના છે અને મુંબઈમાં નોટરી કરી લગ્ન (Bhavnagar Love Jihad case 2022) કર્યા છે. જો કે કાઉન્સેલિંગ કરી લઈ આવવામાં આવ્યાં છે અને હાલ યુવતી તેના પિતાના ઘરે છે. આ કેસમાં કોઈ FIR દાખલ નથી થઈ કે નથી આ કોઈ લવ જેહાદનો મામલો કારણ કે યુવક યુવતીએ રાજીખુશી લગ્ન કર્યા છે.