ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત કોવિડ-19ના બાયોમેડિકલ વેસ્ટનો શ્રેષ્ઠ નિકાલ કરે છે: ઈન્ડો-નોર્વેજીયન સર્વેનું તારણ - સ્પેશિયલ સ્ટોરી

દેશ અને દુનિયામાં ડાયમંડ સિટીના નામે જાણીતું સુરત શહેર સ્વચ્છતાના તમામ રેકોર્ડને પાછળ છોડી રહ્યું છે. દેશનું બીજા નબરનું સ્વચ્છ શહેર હોવાનું સન્માન મળ્યા બાદ હવે કોરોનાની મહામારીમાં બાયો મેડિકલ વેસ્ટના નિકાલ માટે પણ સુરત શહેર એક રોલ મોડેલ તરીકે ઉભરી આવ્યું છે.

સુરત
સુરત

By

Published : Dec 3, 2020, 7:46 PM IST

  • ઈન્ડો-નોર્વેજીયન સર્વેનું તારણ
  • સુરત કોવિડ-19ના બાયોમેડિકલ વેસ્ટનો શ્રેષ્ઠ નિકાલ કરે છે
  • સુરત બાયોમેડિકલ વેસ્ટના નિકાલમાં રોલ મોડેલ તરીકે ઉભરી આવ્યું

સુરત: દેશ અને દુનિયામાં ડાયમંડ સિટીના નામે જાણીતું સુરત શહેર સ્વચ્છતાના તમામ રેકોર્ડને પાછળ છોડી રહ્યું છે. દેશનું બીજા નબરનું સ્વચ્છ શહેર હોવાનું સન્માન મળ્યા બાદ હવે કોરોનાની મહામારીમાં બાયો મેડિકલ વેસ્ટના નિકાલ માટે પણ સુરત શહેર એક રોલ મોડેલ તરીકે ઉભરી આવ્યું છે.

સુરતીઓ માટે ગર્વ લેવા જેવી બાબત

માર્ચ-2020થી જુલાઈ-2020 દરમિયાન હાથ ધરવામાં આવેલા અનૌપચારિક ક્ષેત્ર અને બાયો મેડિકલ અને પ્લાસ્ટિક કચરો ઉત્પાદન કરવા તેમજ હેન્ડલ કરવા પર કોરોનાના વૈશ્વિક રોગચાળાના પ્રભાવ વિશેના ઈન્ડો-નોર્વેજીયન અધ્યયનમાં જણાવવામાં આવ્યું છે કે, સુરતે કોરોનાકાળ દરમિયાન બાયો વેસ્ટના નિકાલ માટે જે વ્યૂહરચના ઘડી છે અને તેનો નિકાલ કર્યો છે તે શ્રેષ્ઠ છે. જેથી સુરત આ મહામારીના સમયે બાયોવેસ્ટના નિકાલ માટે એક મોડેલ તરીકે ઉભરી આવ્યું છે. જે તમામ સુરતીઓ માટે ગર્વ લેવા જેવી બાબત છે.

સુરત કોવિડ 19ના બાયોમેડિકલ વેસ્ટનો શ્રેષ્ઠ નિકાલ કરે છે ઈન્ડો-નોર્વેજીયન સર્વેનું તારણ

“ઈન્ફોર્મલ સેક્ટર, પ્લાસ્ટિક અને બાયોમેડિકલ કચરો-દ્રષ્ટિકોણ અને કોવિડ-19 દરમિયાન વલણ

નવી દિલ્હીમાં રોયલ નોર્વેયન એમ્બેસીના સહયોગ દ્વારા આ અભ્યાસ ઇન્ડો-નોર્વેજીયન પ્રોજેક્ટ ટીમ, નોર્વેજીયન ઇન્સ્ટિટ્યૂટ ફોર વોટર રિસર્ચ, મુગામા કન્સલ્ટન્ટ્સ પ્રાઈવેટ લિમીટેડ અને ટોક્સિક્સ લિંક દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યો હતો. રિપોર્ટના તારણો ઈન્ડો-નોર્વેજીયન પ્રોજેક્ટ ટીમ દ્વારા આયોજિત ઈન્ફોર્મલ સેક્ટર, પ્લાસ્ટિક અને બાયોમેડિકલ કચરો-દ્રષ્ટિકોણ અને કોવિડ-19 દરમિયાનના વલણો વિષય પરના વેબિનાર દરમિયાન બહાર પાડવામાં આવ્યા હતા. જેમાં નિષ્ણાંતોએ ઇકોસિસ્ટમ પર કચરા વ્યવસ્થાપનની અસર અંગે ચર્ચા કરી હતી.

બાયોમેડિકલ કચરાને સંભાળવાની શ્રેષ્ઠ પદ્ધતિ લાગુ કરી

સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે, રોગચાળાની શરૂઆતથી જ અમે બાયોમેડિકલ વેસ્ટને સંભાળવાની શ્રેષ્ઠ પદ્ધતિ લાગુ કરી છે. અમે ધાર્યું હતું કે, આ પ્રકારનો કચરો વધશે અને તે મુજબ અમે વ્યૂહરચના નક્કી કરી હતી. જેણે અમને મોડેલ તરીકે ઉભરી આવવામાં મદદ કરી છે. અમે સુનિશ્ચિત કર્યું કે, કોવિડ-19 પરીક્ષણમાં રોકાયેલા મોબાઇલ ધન્વંતરી રથ દ્વારા ઉત્પન્ન થતો કચરો સ્થળ પરથી જ એકત્રિત કરવામાં આવે અને ત્યાંથી તેને શહેરી આરોગ્ય કેન્દ્રોમાં મોકલવામાં આવે. જ્યાંથી પ્રોસેસિંગ એજન્સીઓ તેને આગળના વૈજ્ઞાનિક નિકાલ માટે એકત્રિત કરે.

ABOUT THE AUTHOR

...view details