સંજય ઇઝવાના જણાવ્યા મુજબ, વર્ષ 2014થી 2019 દરમિયાન સુરતના સંસદ સભ્ય દર્શના જરદોશે પોતાના કાર્યકાળમાં સુરત મત વિસ્તારમાં વર્ષ 2016-2017 માં આશરે 4200 જેટલા બેસવાના બાંકડા(બેન્ચ) અંદાજે 1.70 કરોડના ખર્ચે મુકાવ્યા હતા. MPLADSના માર્ગદર્શન મુજબ કોઈ પણ મુવેબલ (સ્થાન ફેર થઇ શકે તેવી) વસ્તુઓ માટે MPLADS ફંડનો ઉપયોગ કરી શકાય નહીં. જ્યારે સ્થાન ફેર થઇ શકે તેમાંથી અમુક જ સામાન સામગ્રીમાં MPLADS ફંડનો ઉપયોગ કરી શકાય છે, જેનો ઉલ્લેખ MPLADSના માર્ગદર્શનમાં અલગથી અનેક્ષર -3માં કરવામાં આવ્યો છે. જેમાં બાંકડા MPLADS માર્ગદર્શનમાં નહી હોવા છતાં 4200થી વધારે બાંકડા એક જ વર્ષમાં મુકીને વિવાદ સર્જયો હતો. આર & બી (S.V.R.E કોલેજ પેટા વિભાગ) દ્વારા RTIના જવાબમાં આપેલા લિસ્ટ મુજબ 77%થી વધારે બાંકડાઓ ગાયબ થતાં ગત અઠવાડિયે એક સાથે 9 જેટલા પોલીસ સ્ટેશન અને સુરત પોલીસ કમિશ્નરને શહેરના જાગૃત નાગરિકો દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
સુરતના સાંસદ દર્શના જરદોશ ફરી બાંકડા વિવાદમાં, ખાસ ભલામણ કરીને અપાવ્યું કામ - DARSHNA JARDOSH
સુરત: સાંસદ દર્શના જરદોશ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેમણે બાંકડાના કામ આપવા માટે 5 પૈકી એક એજન્સી માટે ખાસ ભલામણ કરી હતી અને વગર ટેન્ડરે ડિપાર્ટમેન્ટે એજન્સીને કરોડોનું કામ આપી દીધું હતું. RTI એક્ટિવિસ્ટ સંજય ઇઝવાના આરોપ મુજબ સાંસદ દર્શના જરદોશે ખાસ ભલામણ કરીને કરોડોનું કામ UN સન્સ કં. સુરતના ભાજપના આગેવાન જ્યંતી ટાંગને અપાવ્યું હતું.
સાંસદ દર્શના જરદોશે મીડિયાને આપેલા નિવેદન મુજબ MPLADS ફંડમાંથી કામ કરાવવા માટે MPને ફક્ત લોકોની માંગણી કલેકટરને મોકલી આપવાની હોય છે, બાકી સાંસદની કોઈ જ જવાબદારી હોતી નથી એવું કહેવામાં આવ્યું હતું. પણ સાંસદની આ વાતને ખોટી પાડતી સાબિતી તરીકે સાંસદનો ભલામણ પત્ર બહાર આવ્યો છે, જેમાં માન્યતા મળેલી 5 પૈકી એક એજન્સીને કામ આપવા માટે ખાસ ભલામણ કરવામાં આવી છે. આ ભલામણ પત્રથી સાબિત થાય છે કે, બાંકડા કૌભાંડમાં સાંસદ સીધી રીતે શામિલ છે.
આ મુદ્દા પર જાગૃત નાગરિક સંજય ઇઝાવાએ કરેલી RTIના જવાબમાં ચોંકાવનારી માહિતી બહાર આવી છે. સાંસદ દર્શના જરદોશે ખાસ ભલામણ કરીને કરોડોનું કામ અપાવેલાં UN સન્સ કં. સુરત ભાજપ આગેવાન જ્યંતી ટાંગને આપાવી હતી.