પહેલી એપ્રિલથી ત્રણ બેંકોનું વિલીનીકરણ થવા જઇ રહ્યું હોવાની જાહેરાત સરકાર દ્વારા અગાઉ કરવામાં આવી હતી. જેને લઈને સરકારની જાહેરાત બાદ સેવા આજથી અમલી કરવામાં આવી હતી. દેના બેંક, વિજયા બેંક સહિત બેંક ઓફ બરોડા આજથી મર્જ થઈ ચુકીછે. જેના કારણે દેના બેંક અને વીજયા બેંકના તમામ ખાતેદારો ના એકાઉન્ટબેંક ઓફ બરોડામાં સમાવી લેવામાં આવ્યા છે જ્યાં હવેથી ફક્ત બેંક ઓફ બરોડાની તમામ શાખાઓમાંથી બેંકકામગીરી કરવામાં આવશે.
મર્જરને લઈને ગ્રાહકોને બેંકની તાકીદ, કોઈ પણ જાતની છેતરપિંડીથી બચવું - murger
સુરત: દેના બેંક અને વિજયા બેંકનું બેંક ઓફ બરોડા સાથે વિલિનિકરણ થતા ત્રણેય બેંકોનું મર્જ થયું છે. સુરત ખાતે યોજાયેલી પત્રકાર પરિષદ દરમ્યાન બેંક ઓફ બરોડાના રિજીયન ઓફિસરે જણાવ્યું કે, હાલ ત્રણેય બેંકોનું વિલીનીકરણ થઈ ચૂક્યું છે. જો કે બંને બેંકોના ગ્રાહકોને હાલ કોઈ અવગડ ન પડે તેને લઈને જૂની પાસબુક અને એટીએમ કાર્ડ હાલ કાર્યરત રહેશે. સમય આવ્યે ગ્રાહકોને અગાઉથી પાસબુક સહિત એકાઉન્ટમાં ફેરફાર અંગેની માહિતી આપવામાં આવશે.
બેંક ઓફ બરોડાનારિજીયન ઓફિસરના જણાવ્યા અનુસાર દેના બેંક અને વિજયા બેંકની તમામ શાખાઓ આજથી બેંક ઓફ બરોડાની શાખા તરીકે કાર્યરત થઈ ચૂકી છે. જેમાં 9500 શાખાઓ, 13400 એટીએમ અને 85000 કર્મચારીઓનો બેંક ઓફ બરોડા સાથે સમાવેશ થયો છે. આ સંજોગોમાં છેતરપિંડી ના બનતા કિસ્સા ડામવા ગ્રાહકોને પણ અપીલ કરવામાં આવી છે કે "કોઈ પણ અજાણ વ્યક્તિ ફોન પર બેંક અધિકારી તરીકેની ઓળખ આપે અને જણાવે કે બેંક મર્જ થઈ ચૂકી છે, તમારો એટીએમ નો ઓટીપી નંબર આપો" તો આવા કોલથી તેઓ સાવચેત રહે. નવા બેંક ખાતાની માહિતી ગ્રાહકોને એક માસ અગાઉ કરી દેવામાં આવશે અને હાલ જે બેંકોના જુના ખાતા છે તે કાર્યરત રહેશે.