ગુજરાત

gujarat

ETV Bharat / city

બાળક રમકડાંનો બટન સેલ ગળી ગયો, સિવિલમાં દૂરબીનથી થઈ સર્જરી

સુરતના ઉન વિસ્તારમાં એક વર્ષનો બાળક રમતાં રમતાં રમકડાનો બટન સેલ ગળી ગયો ગતો. તેની સિવિલ હોસ્પિટલના તબીબોએ સર્જરી કરી સેલ બહાર કાઢયો હતો. તબીબની જાગૃતતા અને સમયસર સારવારને લઈ હસનેનની જિંદગી બચાવનાર સિવિલના ડોક્ટરોનો પરિવારે બે હાથ જોડી આભાર વ્યક્ત કર્યો હતો. આ ઓપરેશન વિનામૂલ્યે કરાયું હતું.

By

Published : Jan 4, 2021, 3:01 PM IST

બાળક રમકડાંનો બટન સેલ ગળી ગયો : સિવિલમાં દૂરબીનથી થઈ સર્જરી
બાળક રમકડાંનો બટન સેલ ગળી ગયો : સિવિલમાં દૂરબીનથી થઈ સર્જરી

  • એક વર્ષના બાળક પર થઈ ટેલિસ્કોપિક સર્જરી
  • સુરત સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક સર્જરી કરાઈ
  • દૂરબીનથી સર્જરી કરી બટન સેલ બહાર કાઢી લેવાયો


સુરતઃ શહેરના ઉન વિસ્તારમાં અમજદ કુરેશી પરિવાર સાથે છે. અઢી વર્ષના લગ્નજીવનમાં હસનેન પહેલું જ બાળક છે. 1 વર્ષનો પુત્ર ગત રોજ શનિવારની સાંજે 6.40 કલાકે રમતા રમતા રમકડાનો બેટન સેલ ગળી ગયો હતો. પાડોશી સઇદભાઈ અહેમદભાઈ રાંદેરવાળાની નજર પડતાં બૂમાબૂમ કરી હતી. તાત્કાલિક મોઢામાં આંગળી નાખી તપાસ કરતાં કોઈ ધાતુ ગળામાં અટકી ગઈ હોવાનું ધ્યાને આવ્યું હતું. ત્યારબાદ નજીકના દવાખાને લઈ જવાયો હતો. જ્યાં ડોક્ટરે તપાસ કરી સિવિલ લઈ જવાની સલાહ આપી હતી. બાળકને સિવિલ હોસ્પિટલ લઇ આવતા ડો.ભાવિકે આસિસટન્ટ પ્રોફેસર ડો.આનંદ ચૌધરીને જાણ કરી હતી. ડો. આનંદ ચૌધરીએ તાત્કાલિક દુરબીનની મદદથી ઓપરેશન કરવાનું નક્કી કર્યુ હતું.

  • સમયસર ઓપરેશન કરી બાળકનો જીવ બચાવાયો


હસનેનને રાત્રે 11:00 વાગે બેભાન કરી તબીબોએ દુરબીનની મદદથી ઓપરેશન કરી થોડા જ સમયમાં સેલ બહાર કાઢી લીધો હતો. તબીબની જાગૃતતા અને સમયસર સારવારને લઈ હસનેનની જિંદગી બચાવનાર સિવિલના ડોક્ટરોનો પરિવારે બે હાથ જોડી આભાર વ્યક્ત કર્યો હતો.આ ઓપરેશન વિનામૂલ્યે કરાયું હતું.

ABOUT THE AUTHOR

...view details