સુરત:સુરત શહેરના સૈયદપુરા વિસ્તારમાં NIA, ગુજરાત ATS અને SOG દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું તેમાં સૈયદપુરા વિસ્તારમાં આવેલ મહંમદ પેલેસના બીજા માળે રહેતો હતો ઝલીલ નામના યુવકની અટકાયત કરીને તેને SOG ઓફિસે લઇ જવામાં આવ્યો છે. અને હાલ તેની NIA, ગુજરાત ATS અને SOG દ્વારા પૂછપરછ કરવામાં આવી રહ્યું છે.
NIAએ ગુજરાત સહિત 5 રાજ્યોમાં હાથ ધર્યું સર્ચ ઓપરેશન પૂછપરછમાં સુરતમાં આ યુવકનું કનેક્શન નીકળ્યું :સૂત્ર માહિતી અનુસાર NIA, ગુજરાત ATS અને SOG દ્વારા જે યુવકની અટકાયત કરવામાં આવી છે તે યુવકની કર્ણાટક અને તામિલનાડુમાં પકડાયેલ આરોપીની પૂછપરછમાં સુરતમાં આ યુવકનું કનેક્શન નીકળ્યું છે. અને આ યુવકનું અલબદર આતંકી જૂથ સાથે પણ કનેક્શન હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.
NIAનું 6 રાજ્યોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું :NIAનું 6 રાજ્યોમાં શંકાસ્પદ લોકોના 13 જગ્યાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. મધ્ય પ્રદેશમાં ભોપાલ અને રાયસેન જિલ્લાઓ, ગુજરાતમાં ભરૂચ, સુરત, નવસારી અને અમદાવાદ જિલ્લા, બિહારના અરરિયા જિલ્લો, કર્ણાટકના ભટકલ અને તુમકુર સિટી જિલ્લાઓ, મહારાષ્ટ્રના કોલ્હાપુર અને નાંદેડ જિલ્લાઓ, ઉત્તર પ્રદેશના દેવબંદ જિલ્લાઓ ISISની પ્રવૃત્તિઓ સંબંધિત કેસમાં હાથ ધરવામાં આવેલી તપાસમાં દસ્તાવેજ સહિતની સામગ્રી જપ્ત કરવામાં આવી છે.
ઝલીલ મુલ્લાની છેલ્લા 4 કલાકથી ચાલી રહી છે પૂછપરછ :ખાસ કરીને આ આતંકીઓ વહાર્ટસપપ અને ઇન્સટ્રાગ્રામ ઉપર ગ્રુપ ચાલવી રહ્યા હતા. 15 મી ઓગસ્ટ નજીક આવી રહી છે જેને લઈને NIA અને ATSનું આવા આતંકીઓ ઉપર સતત નજર રાખતું હોય છે. હાલ તો સુરતના ઝાલીલ મુલ્લાની પૂછપરછ ચાલી રહી છે, ત્યારે સાંજ સુધીમાં મોટો ખુલાસો થાય તેવી શક્યતાઓ જોવા મળી છે.
અપડેટ ચાલું...