ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતની દિકરીએ વૈશ્વિક સ્તરે ગુજરાતનો વગાડ્યો ડંકો - એશિયન જુનિયર ટેકવેન્ડો ચૅમ્પિયનશિપ 2022

સુરતની દિકરી નીર્લી હેક્ક્ડ એ ટેકવેન્ડો ચેમ્પિયનશિપ 2022માં (Asian Junior taekwondo Championship 2022) ઇતિહાસ સર્જ્યો છે. નીર્લી હેક્ક્ડએ એશિયન જુનિયર ટેકવેન્ડો ચેમ્પિયનશિપ 2022માં (Nearly Hacked wins bronze medal)ભાગ લઈ તૃતીય સ્થાન પ્રાપ્ત કરી બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.

સુરતની દિકરીએ વૈશ્વિક સ્તરે ગુજરાતનો વગાડ્યો ડંકો
સુરતની દિકરીએ વૈશ્વિક સ્તરે ગુજરાતનો વગાડ્યો ડંકો

By

Published : Sep 1, 2022, 3:47 PM IST

સુરતશહેર હવે સ્પોર્ટ્સ એક્ટિવિટી ક્ષેત્રે સતત આગળ વધતું જોવા મળી રહ્યું છે. સુરતની એવી અનેક પ્રતિભાવ છે કે જેઓ પોતાના પ્રદર્શનથી સુરત અને ગુજરાત જ નહીં પણ ભારતનું નામ પણ વૈશ્વિક સ્તરે ગૌરવનું કરી રહ્યા છે. તે જ રીતે શહેરની નીર્લી હેક્ક્ડ એ એશિયન જુનિયર ટેન્કવેન્ડો ચેમ્પિયનશિપ 2022માં (taekwondo Championship 2022) 42 KG કેટેગરીમાં ભાગ લઈ તૃતીય સ્થાન પ્રાપ્ત કરીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. સાથે જ નીર્લી હેક્ક્ડ એ ટેકવેન્ડો ચેમ્પિયનશિપ 2022માં (Nearly Hacked wins bronze medal) ઇતિહાસ પણ સર્જાયો છે.

આ પણ વાંચોઆંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં સિલેક્શન થવા બાદ પણ સુરતના ચૌહાણ નિશાંત ભાગ લઈ શકશે નહીં

આઠ વર્ષથી પ્રેક્ટિસ -આ બાબતે નીર્લી હેક્ક્ડ એ જણાવ્યું કે, હું શારદાયતન સ્કૂલમાં 12 કોમર્સમાં અભ્યાસ કરી રહી છું. તે સ્કૂલમાં ટેકવોન્ડો પણ રમડવામાં આવે છે. હું અન્ય રમતોની જેમ એમાં પણ પાર્ટી સપોર્ટ કરતી હતી. એકવાર ખેલ મહાકુંભ માટેટીમની પસંદગી થઈ હતી. જેમાં મારું પણ સિલેક્શન થયું હતું અને ત્યારબાદ હું આ રમતો સાથે જોડાઈ ગઈ હતી. આઠ વર્ષથી દરરોજ પાંચ કલાક (Asian Junior taekwondo Championship 2022) પ્રેક્ટિસ કરું છું.

આ પણ વાંચોએક જ પરિવારના ત્રણ ચેમ્પિયન અને ત્રણ નેશનલ રેફરી, પરિવારે પામી અનોખી ઓળખ

2 ગોલ્ડ મેડલ અને 2 બ્રોસ મેડલ વધુમાં જણાવ્યું કે, અત્યાર સુધીમાં મેં6 ઇન્ટરનેશનલ રમી ચૂકી છું એમાં મને 2 ગોલ્ડ મેડલ અને 2 બ્રોસ મેડલ (taekwondo championship victory) મેળવ્યો છે. આ રમત દરમિયાન કેટલીક નાની મોટી ઇજાઓ પણ થઈ છે. હું નેશનલમાં રમી હતી, ત્યારે મને હાથમાં ફ્રેક્ચર પણ થયું હતું. જોકે મેં ક્યારેક પણ રમત સાથે સમજૂતી કરી નથી. હાથ સાજો થઈ ગયા પછી ફરીથી રમતી થઈ ગઈ હતી. પહેલી મેચમાં નેપાળ સામે 12:0 અને 16-12 થી જીત મળી હતી. સેમી ફાઇનલમાં ઈરાન સામે 12-0થી હારી ગઈ હતી.

ABOUT THE AUTHOR

...view details