- અંકલેશ્વરમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલને શ્રદ્ધાંજલિ આપવા જતા અશોક ગેહલોતે સુરતમાં આપ્યું નિવેદન
- સહાય આપવામાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને છપ્પનની છાતી બતાવવાનો સમય છે: ગેહલોત
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહ રાજ્યપ્રધાન ગભરાઈ ગયા એટલે ગુજરાતમાં સરકાર બદલવી પડીઃ ગેહલોત
- રાજસ્થાનના પ્રધાને હેમા માલિની અંગે કરેલી ટિપ્પણી અંગે ગેહલોતે કહ્યું, કોઈ પણ પ્રધાને મર્યાદામાં રહીને બોલવું જોઈએ
સુરતઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલની આજે પુણ્યતિથિ છે. ત્યારે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા (Rajasthan CM) અશોક ગેહલોત (Ashok Gehlot) અંકલેશ્વર પહોંચ્યા હતા. જોકે, આ પહેલા તેઓ સુરત એરપોર્ટ (Ashok Gehlot Visits Surat) પહોંચ્યા હતા. જ્યાં તેમણે પોતાના પ્રધાન રાજેન્દ્ર ગુઢાએ (Rajendra Gudha) હેમા માલિની (Hema Malini) અંગે આપેલા નિવેદનની ટીકા (Criticism) કરી હતી. અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિ હોય તેણે મર્યાદામાં રહીને નિવેદન (speak within limits) આપવું જોઈએ. જે લોકો મર્યાદામાં નિવેદન નહીં આપે તો લોકો તેમને પસંદ કરતા નથી. તો કોરોનામાં મૃત્યુ પામનારા લોકોને સહાય અંગે પણ તેમણે જણાવ્યું હતું કે, સહાય આપવામાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) છપ્પનની છાતી બતાવવાનો સમય છે.
અશોક ગેહલોતે પ્રધાનના નિવેદનની ટીકા કરી
રાજસ્થાનના પ્રધાનના રાજેન્દ્ર ગુઢાએ (Rajendra Gudha's statement about Hema Malini) પીઢ અભિનેત્રી અને ભાજપનાં સાંસદ હેમા માલિની (Hema Malini) ઉપર વિવાદિત ટિપ્પણી આપી હતી. ત્યારથી જ તે પ્રધાનની ટીકા થઈ રહી છે. તેવામાં રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે (Ashok Gehlot) પણ પ્રધાનના નિવેદનની ટીકા (Criticism) કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મર્યાદાની બહાર જઈને કોઈ રાજકારણ કરશે તો લોકો પસંદ કરશે નહીં. તેઓએ કયા સંદર્ભે આ ટિપ્પણી કરી છે તે મને ખબર નથી અમે જાણીશું કે, કયા સંદર્ભે તેમણે આ કહ્યું હતું. અનેકવાર સંદર્ભો બદલી જતા હોય છે. લોકોને મર્યાદા રાખવી જોઈએ પ્રધાન હોય કે મુખ્યપ્રધાન હોય.
ઓર્ડર નીકળ્યા બાદ તે વિથડ્રો થઈ જાયઃ ગેહલોત
કોરોનામાં મૃત્યુ પામનારા લોકોને વળતર આપવા મુદ્દે અશોક ગેહલોતે (Ashok Gehlot) જણાવ્યું હતું કે, સહાય બાબતે રાહુલ ગાંધીએ 4 લાખ રૂપિયા આપવાની માગણી કરી છે. કેન્દ્ર સરકારે આ મુદ્દે પોતે ઓર્ડર નીકળ્યા હતા, પરંતુ 70 વર્ષના ઈતિહાસમાં આવું ક્યારેય નહીં બન્યું હોય કે ઓર્ડર નીકળ્યા બાદ તે વિથડ્રો થઈ ગયા હોય. તમે ગરીબની મદદ કરો છો, પરંતુ ઓર્ડર નીકળ્યા બાદ વિથ ડ્રો કરવું. આવું ઈતિહાસમાં બન્યું નથી. સરકાર ઈચ્છે તો 4 લાખની જગ્યાએ 5 લાખ રૂપિયા આપી શકે છે, જે ગરીબ છે. તેને 5 લાખ આપવા જોઈએ.
વડાપ્રધાન અને ગૃહપ્રધાન ગભરાઈ ગયા છેઃ ગેહલોત
અશોક ગેહલોતે (Ashok Gehlot) વધુમાં ઉમેર્યું હતું કે, જો બહુ ગરીબ પરિવાર હોય તો સરવે કરાવીને 10 લાખ રૂપિયા પણ આપવા જોઈએ. અમે રાજસ્થાનમાં અનાથ બાળકો માટે પણ પેકેજ જાહેર કર્યું છે. અનાથ બાળકોને 18 વર્ષ થયા બાદ બાળકોને 5 લાખ રૂપિયા આપીશું. કોરોના કાળ બાદ ગુજરાતમાં આખી સરકાર બદલી ગઈ છે. નવા પ્રધાનો આવ્યા છે જે અગાઉ ઈતિહાસમાં થયું નથી. સરકાર બદલાઈ ગઈ છે, જેનો અર્થ છે કે, ગુજરાતની જનતાના મુડથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ (Central Home Minister Amit Shah) ગભરાઈ ગયા છે.