ગુજરાત

gujarat

ETV Bharat / city

Reopened Schools In Gujarat: બગીચાના ફુલ ફરી બુકેમાં ગોઠવાયા, આજથી રાજ્યમાં ઓફલાઇન શિક્ષણ શરૂ - Starting classes of Std. 1 to 9 in the state

સરકારના આદેશ મુજબ રાજ્યમાં આજે સોમવારથી ફરી ધોરણ- 1થી 9ના ઓફલાઇન વર્ગો (classes of Std 1 to 9 have been resumed) શરૂ થઇ ગયા છે. વિદ્યાર્થીઓને વર્ગોમાં એક બેંચ પર બે વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા છે.

As per the order of the government
As per the order of the government

By

Published : Feb 7, 2022, 11:19 AM IST

સુરત: રાજ્ય સરકારના આદેશ મુજબ આજે સોમવારથી કોવિડ- 19ની તમામ ગાઈડલાઈનના પાલન (Starting classes of Std. 1 to 9 in the state) સાથે લગતા ધોરણ 1થી 9નાં ઓફલાઈન વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા છે. શાળાઓમાં વિદ્યાર્થીઓનું એન્ટ્રી ગેટ ઉપર જ થર્મલગનથી ટેમ્પરેચર તથા હેન્ડ સેનિટાઇઝ કર્યા બાદ જ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ખાસ કરીને ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓના વર્ગખંડમાં બે શિક્ષક સાથે શિક્ષણ ચલાવવામાં આવી રહ્યા છે. એક બેંચ પર બે વિદ્યાર્થીઓની બેસાડવામાં આવ્યા છે. જોકે શહેરની કેટલીક શાળાઓમાં આવતીકાલથી ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવશે.

સરકારના આદેશ મુજબ આજથી રાજ્યની શાળાઓમાં ફરી શરૂ થયાં ધોરણ-1થી 9ના ઓફલાઈન વર્ગો

આ પણ વાંચો: રાજ્યમાં ધોરણ 9થી 11ના ઓફલાઇન વર્ગો થશે શરૂ, જાણો આ અંગે શું કહે છે રાજકોટના વાલીઓ

ઓફલાઇન વર્ગો શરૂ થવા પાછળનું કારણ વાલીઓનો સપોર્ટ

ઓફલાઇન વર્ગો શરૂ થવાં પર સુરતની (classes of Std 1 to 9 have been resumed) એક શાળાના સંચાલક દિપિકા શુક્લ બાળકો ખુબ જ ખુશ છે. બાળકો સંપૂર્ણ તૈયારી સાથે શાળાએ આવવા તૈયાર જ હતા. આ પહેલા પણ જ્યારે શાળાઓ શરૂ થઈ હતી, ત્યારે પણ બાળકો ખૂબ જ ખુશ હતા પરંતુ ત્યારે બાળકોને ખૂબ જ મહેનત કરવી પડી હતી. કારણ કે ત્યારે પોણા બે વર્ષ બાદ શાળાઓ શરૂ થઈ હતી પરંતુ હવે થોડા વિરામ બાદ ફરીથી શાળાઓ શરૂ થઈ ગઈ છે. આ રીતે શિક્ષણ ચાલતું રહે એ ખૂબ જરૂરી છે. હવે ઓફલાઈન વર્ગો શરૂ થઈ ગયા છે, ઓફલાઈન પરીક્ષા લેવામાં આવશે. ઓફલાઈન તરફ વાલીઓને પ્રેરિત કરવા પડશે. ઓફલાઈન વર્ગો શરૂ થઈ ગયા છે તેની પાછળનું કારણ વાલીઓને સપોર્ટ છે, જેથી શાળાના શિક્ષકો પણ સંપૂર્ણ તૈયારી સાથે છે.

સરકારના આદેશ મુજબ આજથી રાજ્યની શાળાઓમાં ફરી શરૂ થયાં ધોરણ-1થી 9ના ઓફલાઈન વર્ગો

આ પણ વાંચો: દમણમાં પ્રશાસને ધોરણ 1થી 8ના ઓફલાઇન વર્ગો બંધ કરી ઓનલાઈન શરૂ કરવાનો આપ્યો આદેશ

વિદ્યાર્થીઓને માસ્ક અને હેન્ડ સેનિટાઇઝ કર્યા બાદ શાળામાં પ્રવેશ અપાયો

દિપિકા શુક્લે વધુમાં જણાવ્યું હતું કે, નાના-બાળકો જેઓ ધોરણ-1થી 5ના છે. કુદરતનો નિયમ છે કે જ્યારે પણ તેઓ શાળામાં આવે છે ત્યારે આપોઆપ તેનું પાલન કરતા થઇ જાય છે. કારણ કે સ્કૂલ અને સ્કૂલના શિક્ષકોનો એક પ્રભાવ હોય છે. હવે તે વિદ્યાર્થીઓ પણ કોરોનાની તમામ ગાઈડલાઈનના જાણકાર થઇ ગયા છે. વિદ્યાર્થીઓનું કહેવું પડતું નથી. વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે માસ્ક અને હેન્ડસેનિટાઇઝ કર્યા બાદ શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો છે. શાળા તરફથી પહેલાથી સૂચના આપવામાં આવી છે. જો કોઈ બાળકને શરદી-ખાંસી હોય તેઓને શાળાએ મોકલવા નહીં. આજે 70થી 75 ટકા જેટલી હાજરી જોવા મળી રહી છે. એવું નથી લાગતું કે ખૂબ જ લાંબા વિરામ બાદ વિદ્યાર્થીઓ આવ્યા હોય.

બાળકોના ભવિષ્ય માટે ઓફલાઇન શિક્ષણ જ મુખ્ય સૂત્ર છે

ખરેખર ઓનલાઇન શિક્ષણમાં ઘણા બધા પ્રકારના દૂષણ આવી ગયા છે. તેઓની બેસવાનું નથી ગમતું, જેને કારણે તેઓને હેન્ડ રાઇટિંગમાં ખૂબ જ પ્રોબ્લેમ આવી રહ્યો છે. આ પ્રકારની સમસ્યાઓ અમે આ પહેલા પણ અનુભવ કર્યો છે. આ બાબતે અમે વાલીઓ સાથે મિટિંગ કરીને પણ તેમને સમજાવ્યાં છે. કારણ કે આજ થોડી ખરાબ અસરને કારણે આખા જિંદગી ઉપર અસર થશે, જે માટે હવે ચેતી જવું જરૂરી છે. આ પ્રકારની સમસ્યાથી વાલીઓ પણ અનુભૂતિ કરી રહ્યા છે. જેથી બાળકોના ભવિષ્ય માટે ઓફલાઇન શિક્ષણ જ મુખ્ય સૂત્ર છે.

ABOUT THE AUTHOR

...view details