સુરતઃગુજરાતમાં કોંગ્રેસ એક તરફ છે. ભાજપ અને આપ પાર્ટીઓની મોડી (Gujarat Assembly Election 2022) રાત સુધી મિટિંગો ચાલુ થઈ ગઈ છે. અરવિંદ કેજરીવાલ સુરતની મુલાકાતે પોહચ્યા છે. તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં ચારે તરફ પરિવર્તનની આંધીઓ ચાલી રહી છે. કારણ કે ગુજરાતના લોકોને 27 વર્ષથી ભ્રષ્ટાચાર (Arvind Kejriwal Target BJP) સિવાય કશું મળ્યું નથી. મહત્વની વાત એ છે કે, જ્યારથી IBનો રિપોર્ટ મળ્યો છે કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. ત્યારે ગુજરાતમાં બંને પાર્ટીઓની મોડી રાત સુધી મિટિંગો ચાલી રહી છે.
કેજરીવાલે કહ્યું, 27 વર્ષમાં ભાજપે પ્રજાને ભ્રષ્ટાચાર આપ્યો ભાજપને કર્યા સવાલઃકેજરીવાલે જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીને મારાં બે પ્રશ્નો છે. જેમાં ભાજપ અને કોંગ્રેસનું શું સેટિંગ ચાલી રહ્યું છે? અમને ખબર પડી છે કે કોંગ્રેસના મોટાં નેતાઓ અહીં પ્રચાર માટે પણ આવી નથી રહ્યા. જ્યારે અમે ગુજરાતના લોકોને એમ કહીએ છીએ કે તમને સારું શિક્ષણ આપીશું ત્યારે આ બંને પાર્ટીઓ અમારો વિરોધ કરે છે. આ બંને પાર્ટીઓ નથી ઈચ્છતી કે ગુજરાતના બાળકોનેં સારું શિક્ષણ મળે.
શું દુશ્મની છેઃ આ લોકોને ગુજરાતના બાળકો જોડે શું દુશ્મની છે ? ગુજરાતમાં સારામાં સારું હોસ્પિટલ ખોલવામાં આવશે. ત્યારે પણ આ બંને પાર્ટીઓ અમારો વિરોધ કરે છે. આ લોકોની ઈચ્છા નથી કે ગુજરાતના લોકોને સારું સ્વાસ્થ્ય મળે. ભારતીય જનતા પાર્ટી હિમાચલ પ્રદેશમાં જઈને કહે છે અમે વીજળી આપીશું. પશ્ચિમ બંગાળમાં જઈને કહે છે અમે ફ્રી વીજળી આપીશું. ગુજરાતમાં જ કહે છે કે ગુજરાતના લોકોને ફ્રી વીજળી મળવી જોઈએ નહીં. આ કોણ છે જેઓ ઈશ્વરનું અપમાન કરી રહ્યા છે?
હું ગઈકાલે આવ્યો ત્યારે મેં જોયું કે, ચારે તરફ મારા સામે પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં એક બાજુ મારો ફોટો મુક્યો અને બીજી બાજુ ઈશ્વરની સામે જ ગંદી ગંદી વાતો લખવામાં આવી હતી. ગુજરાતના લોકો આવું પસંદ કરતા નથી. આ કોણ છે જેઓ ઈશ્વરનું અપમાન કરી રહ્યા છે? યાદ હશે કે મહાભારત અને પુરાણોમાં લખવામાં આવ્યું છે કે જ્યારે પણ ઋષિમુનિઓ તપસ્યા કરતા હતા ક્યારે રાક્ષસો આવીને તેની તપસ્યાઓ ભંગ કરતા હતા. આ રાક્ષસો ત્યારે ઈશ્વરનું અપમાન કરતા હતા. જે લોકોએ મારા પોસ્ટર લગાવ્યા છે. તે લોકોનું નફરત મારી જોડે છે. તે લોકો મને જે કહેવું તે કહી શકે પરંતુ ઈશ્વરનું અપમાન શા માટે કરી રહ્યા છે ? આ લોકો રાક્ષસ કુળના છે. આ રાક્ષસનો નાશ કરવો છે.---અરવિંદકેજરીવાલ