સુરત : અઠવાના ભાગા તળાવ પાસે ઇલેક્ટ્રિક સમાન વેચવાની આડમાં ઈ સિગારેટનું વેચાણ કરતા એક ઈસમને (Arrested for selling e cigarettes) એસઓજી પોલીસે (Surat SOG Raid ) ઝડપી પાડ્યો હતો. પોલીસે દુકાનમાંથી કુલ 1.74 લાખની મતા કબજે કરી હતી.
એમએસ કલેક્શન નામની દુકાનમાં દરોડો
સુરત શહેર વિસ્તારમાં આવેલા પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટસના હોલસેલ વિક્રેતા દ્વારા હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ, ઈ સિગરેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે યુવાધન નશાખોરીના રવાડે ચડી પોતાનું આરોગ્ય જોખમમાં મૂકી રહ્યા છે. ભારત સરકાર દ્વારા હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ, ઈ સિગારેટ તથા ઈ હુક્કાના સેવન તથા વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે આ મામલે કડક કાર્યવાહી કરવા સુરત પોલીસ કમિશનરે સુચના આપી હતી. આ દરમ્યાન એસઓજી પોલીસે બાતમીના આધારે અઠવા સ્થિત પાણીની ભીંત સામે એમએસ કલેક્શન નામની દુકાનમાં (Arrest of e cigarette seller under the guise of electronics) પોલીસે દરોડો (Surat SOG Raid ) પાડ્યો હતો.