ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત ACBને મળી સફળતા, 15,000ની લાંચ લેતા રાંદેર ઝોનના આસિસ્ટન્ટ ઈજનેરની ધરપકડ

ફ્લેટના જોડાણ મંજૂર કરવા માટે 15,000ની લાંચ લેતા રાંદેર ઝોનના આસિસ્ટન્ટ ઈજનેરની ACBએ ધરપકડ કરી છે. સુરતમાં વધુ એક મનપાનો કર્મચારી લાંચ લેતા ઝડપતા મહાનગરપાલિકામાં ખળભળાટ મચ્યો છે.

આસિસ્ટન્ટ ઈજનેરની ધરપકડ
આસિસ્ટન્ટ ઈજનેરની ધરપકડ

By

Published : Mar 6, 2021, 12:30 PM IST

  • સુરત ACBને મળી સફળતા
  • રાંદેર ઝોનના આસિસ્ટન્ટ ઈજનેરની કરી ધપકડ
  • 15,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો ઈજનેર

સુરત: શહેરના જહાંગીરપુરામાં બિલ્ડર દ્વારા બાંધકામ કરવામાં આવી રહ્યું હતું અને તેમના મકાનોમાં ફરિયાદી દ્વારા પ્લમ્બિંગનું કામ રાખેલું હોવાથી ડ્રેનેજ જોડાણની કાર્યવાહી માટે રાંદેર ઝોનમાં અરજી કરી હતી. જો કે, આ જોડાણની અરજી મંજૂર કરવા માટે આસિસ્ટન્ટ ઈજનેર જીગ્નેશ નટવરલાલ મોદીએ 15,000ની લાંચ માંગી હતી. જેથી ફરિયાદીએ આ અંગે ACBનો સંપર્ક કર્યો હતો. જેમાં ACB છટકું ગોઠવી ડ્રેનેજ વિભાગની ઓફિસમાંથી જ લાંચ લેતા આસિસ્ટન્ટ ઈજનેર જીગ્નેશ નટવરલાલ મોદીને ઝડપી પાડ્યા હતા.

એક ફ્લેટ દિઠ 150 રૂપિયાની કરી હતી માગ

ફરિયાદી પાસે જોડાણ મંજૂર કરવા માટે આરોપીએ એક ફ્લેટ દીઠ 150 રૂપિયા લેખે 18,000ની લાંચની માગ કરી હતી. જો કે, વાતચીતના અંતે 15,000માં સોદો નક્કી થયો હતો, પરંતુ આ અંગે ફરિયાદીએ ACBમાં ફરિયાદ કરતાં એસીબીએ છટકું ગોઠવી તેની ધરપકડ કરી છે. આ મામલે ACB દ્વારા તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગ કરી આગળની કાર્યવાહી હાથ ધરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત મનપમાં વધુ એક અધિકારી લાંચ લેતા ઝડપાતા ચકચાર મચી છે.

આ પણ વાંચોઃસુરતમાં પોલીસ કર્મચારી 15 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ABOUT THE AUTHOR

...view details