ગુજરાત

gujarat

By

Published : Feb 18, 2021, 8:57 PM IST

Updated : Feb 18, 2021, 10:55 PM IST

ETV Bharat / city

મહારાષ્ટ્રમાં આગામી 3 થી 4 મહિનામાં સત્તા પરિવર્તનની આશંકા: રાજ કે રાજપુરોહિત

મહારાષ્ટ્ર ભાજપના વરિષ્ઠ નેતા રાજ કે રાજપુરોહિત ગુરૂવારે સુરતની મુલાકાતે આવ્યા હતા. ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજસ્થાન સમાજના મતદાતાઓને આકર્ષવા માટે તેઓ સુરત આવ્યાં હતા. જ્યાં તેઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, રાજસ્થાન સમાજના લોકો માત્ર બીજેપીને મત આપશે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થશે. સાથે તેઓએ જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં આગામી 3 થી 4 મહિનામાં સત્તા પરિવર્તનની આશંકા છે. સાથે તેઓએ જણાવ્યું કે, એનસીપી કોંગ્રેસના ઘણા ધારાસભ્ય ભાજપના વરિષ્ઠ નેતાઓના સંપર્કમાં છે.

મહારાષ્ટ્રમાં આવનારા 3 થી 4 મહિનામાં સત્તા પરિવર્તનની આશંકા: રાજ કે રાજપુરોહિત
મહારાષ્ટ્રમાં આવનારા 3 થી 4 મહિનામાં સત્તા પરિવર્તનની આશંકા: રાજ કે રાજપુરોહિત

  • મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા રાજ કે રાજ પુરોહિત સુરતની મુલાકાતે
  • રાજસ્થાની સમાજના લોકો સાથે મિટિંગ કરી રહ્યા છે
  • ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજસ્થાન સમાજના મતદાતાઓને આકર્ષવા માટે તેઓ સુરત આવ્યાં

સુરતઃ મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાન માટે માત્ર ત્રણ દિવસ બાકી છે. ત્યારે ભાજપ દ્વારા દરેક સમાજના મતદાતાઓને આકર્ષવા માટે જે તે સમાજના આગેવાનોને બોલાવી પ્રચાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે મુળ રાજસ્થાનના અને હાલ મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા રાજ કે રાજ પુરોહિત સુરતની મુલાકાતે છે. સુરતના તમામ રાજસ્થાની સમાજના લોકો સાથે મિટિંગ કરી રહ્યા છે અને જાહેર સભામાં જઈ રહ્યા છે. જેથી ભાજપને રાજસ્થાની સમાજના મતો મળી શકે. તેઓએ ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી. તેઓએ જણાવ્યું કે, રાજસ્થાની સમાજની વિચારધારાઓ ભાજપની વિચારધારા સાથે મળે છે. આ જ કારણ છે કે રાજસ્થાની સમાજના લોકો ભાજપ અને આરએસએસની સાથે રહેશે અને ચૂંટણીમાં ભવ્ય વિજય આપાવશે.

પ્રજાવિરોધી કાર્ય કરનારી સરકાર આવનારા દિવસોમાં પડી જશેઃ રાજ કે રાજપુરોહિત

બીજી બાજુ રાજપુરોહિતે મહારાષ્ટ્ર સરકાર આગામી 3 થી 4 મહિનામાં પડી જશે. એવું નિવેદન પણ આપ્યું છે. ETV Bharat સાથે ખાસ વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે, પ્રજાવિરોધી કાર્ય કરનારી સરકાર આવનારા દિવસોમાં પડી જશે. આ સરકારે મેટ્રો ટ્રેન અને બુલેટ ટ્રેન જેવા પ્રોજેક્ટ રોકી રાખ્યા છે. પ્રજા ત્રસ્ત છે. હવે અમારા નેતાઓ પશ્ચિમ બંગાળની ચૂંટણીમાંથી નિરાંત થશે, ત્યારબાદ મહારાષ્ટ્રનો નંબર આવશે. અહીં સરકાર પડી જશે. આ સરકાર પાંચ વર્ષ સુધી ચાલશે નહીં. ત્રણથી ચાર મહિના માં સરકાર પડવાની આશંકા છે અને એક ધારાસભ્ય મારી સંપર્કમાં છે. જે ધારાસભ્ય સામે નહીં પણ આવે તો પણ તેમની સરકાર બદલાઈ જશે.

મહારાષ્ટ્રમાં આવનારા 3 થી 4 મહિનામાં સત્તા પરિવર્તનની આશંકા: રાજ કે રાજપુરોહિત
Last Updated : Feb 18, 2021, 10:55 PM IST

ABOUT THE AUTHOR

...view details