ગુજરાત

gujarat

Krushi Kaydo: સુરતમાં ખેડૂત સમાજ દ્વારા કૃષિ કાયદા અંગે જિલ્લા કલેક્ટર વતી રાષ્ટ્રપતિને આવેદન

By

Published : Jun 29, 2021, 10:05 AM IST

સુરતમાં કૃષિ કાયદાને રદ કરવાની માંગને લઈ દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજે સુત્રોચાર કરી રાષ્ટ્પતિને ઉદેશીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે. વર્ષ 2024 સુધી આંદોલન ચાલું રાખવા ખેડૂતોએ ચીમકી આપી છે.

Krushi Kaydo
Krushi Kaydo

  • કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા (Krushi Kaydo)ને રદ કરવાની ખેડૂતોની માગ
  • ખેડૂત કૃષિ કાયદા વિરુદ્ધ સૂત્રોચાર કર્યા
  • દિલ્હી બોર્ડર પર આખા ભારતના 450 ખેડુત સંગઠનો કરી રહ્યા છે આંદોલન

સુરત: છેલ્લા સાત માસથી દિલ્લી બોર્ડર પર ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા (Krushi Kaydo) ને રદ કરવાની ખેડૂતો માગ કરી રહ્યા છે. આજે ખેડૂત સમાજના આગેવાનો સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે ભેગા થયા હતા ખેડૂત કૃષિ કાયદા વિરુદ્ધ સૂત્રોચાર કરી કાયદો રદ કરવા માગ કરી હતી. જો માગ પુરી નહીં થાય તો ખેડૂત કિસાન મોરચાના અધ્યક્ષની રણનીતિ મુજબ આગળ કાર્યક્રમો આપવાની પણ ચિમકી ઉચ્ચારી હતી.

આ પણ વાંચો:ખેડૂત આંદોલનને લઈને રાકેશ ટિકૈતે કહ્યું, જો સરકાર આમંત્રણ મોકલે તો અમે વાત કરીશું

સરકાર કાયદો રદ ન કરે ત્યાં સુધી આંદોલન ચાલુ

આવેદનપત્ર આપવા આવેલા ખેડૂત રમેશ પટેલે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જે ત્રણ કૃષિ કાયદા પસાર કરવામાં આવ્યા છે. જેને લઈને દિલ્હી બોર્ડર પર આખા ભારતના 450 ખેડુત સંગઠનો આંદોલન કરી રહ્યા છે આંદોલનને સાત મહિના વીતી ગયા છતાં સરકાર કોઇ કાર્યવાહી કરી કાનૂન પર નથી લેવામાં આવ્યો એક બાજુ સરકાર એમ કહી રહી છે કે, અમે તમારી સાથે વાતચીત કરવા તૈયાર છીએ, પરંતુ અમે આ ત્રણ કાયદો પરત કરીશું નહીં. જો વાતચીત કરવા તૈયાર હોય અને કાયદો પરત નહીં કરે તો વાતચીત કરવાનો મતલબ શું? સરકાર કાયદો રદ ના કરે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખીશું.

સુરતમાં ખેડૂત સમાજ દ્વારા કૃષિ કાયદા અંગે જિલ્લા કલેક્ટર વતી રાષ્ટ્રપતિને આવેદન

આ પણ વાંચો:સસ્તામાં ખેડૂતોનો પાકને લૂંટવા બનાવ્યા છે આ 3 કૃષિ કાયદા : રાકેશ ટિકૈત

ABOUT THE AUTHOR

...view details