સુરત: DGVCL નો વર્ગ-1 નો અધિકારી સાથે અન્ય બે ની ACB ની ટીમે 35,000 રૂપિયા લાંચ મામલે ધરપકડ કરી છે. અધિકારીએ ફરિયાદી પાસે લાઈટ બિલ મીટર પેટી લગાવવાના 35,000 રૂપિયા માંગ્યા હતા. જેથી ફરિયાદીએ ACB નો સંપર્ક કર્યો હતો. સુરતના વરાછાના સબ ડીવીઝન લાઈટ મીટર પેટી લગાવવા લાંચની માગણીને લઇ ફરિયાદ થઇ હતી. જેને પગલે ACB ટીમે ત્રણેય આરોપીઓને ડીટેઇન કરી આગળની (Anti Bribery Bureau) કાર્યવાહી હાથ ધરી છે.
DGVCL નો વર્ગ-1 અધિકારી ACB ના સકંજામાં
સુરત શહેરના વરાછાના સબ ડીવીઝન યોગીચોક ખાતે DGVCL (દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડ ) માં ફરજ નિભાવતા મિતેશકુમાર હરીશચંદ્ર પસ્તાગીયા, નાયબ ઇજનેર, વર્ગ-1 ના અધિકારી છે. જેઓ એ એક જાગૃત નાગરિક પાસે તેમનાં ઘરમાં લાઈટનું મીટર પેટી મુકવા માટે ૩૫ હજાર રૂપિયાની માગણી કરી હતી. જેથી ફરિયાદીએ પૈસા આપવાનું અધિકારી સમક્ષ હા કેહતા બાદમાં અધિકારીએ પોતાની કચેરીમાં ફરજ બજાવતા યોગેશભાઈ લીમજીભાઈ પટેલ, જેઓ ઇલેકટ્રીકલ આસીસ્ટન્ટ વર્ગ-3 ના(DGVCL officer took Bribery) કર્મચારી છે તેમણે એક ખાનગી વ્યક્તિ તરીકે વિજયભાઈ ભીખાભાઈ પરમારનુ નામ કહ્યું હતું. તો બીજી બાજુ ફરિયાદીએ પૈસા ન આપવા માગતા હોય તેમણે સુરત ACBનો સંપર્ક સાધ્યો હતો. જેથી ACBની ટીમે સમગ્ર બાબતની જાણકારી લઈને આજરોજ ફરિયાદીને પૈસા (Surat DGVCL Corrupt officers) આપવા માટે સ્વસ્તિક પ્લાઝા શોપીંગ સેન્ટરમાં આવેલ અવધ મોબાઇલ દુકાનની સામે રોડ ઉપર કહ્યું હતું. ત્યાં ACB ટીમે વૉચ ગોઠવી વિજયભાઈ ભીખાભાઈ પરમારને ફરિયાદી પાસે 35,000 રૂપિયા લેતા રંગે (ACB પોલીસ )હાથે ઝડપી પાડયો હતો ત્યારબાદ ખાનગી વ્યક્તિએ યોગેશભાઈ લીમજીભાઈ પટેલ, જેઓ ઇલેકટ્રીકલ આસીસ્ટન્ટ વર્ગ-3 ના કર્મચારી છે. તેમને કોન્ટેક્ટ કર્યા પછી યોગેશભાઈ લીમજીભાઈ પટેલએ પોતાના ઓફિસર (DGVCL officer arrested) મિતેશકુમાર હરીશચંદ્ર પસ્તાગીયા સંપર્ક કર્યો હતો. આ રીતે એકબીજાની મદદગારી હોવાથી ACB ટીમે ત્રણ લોકોની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો:તાપી જિલ્લા શિક્ષણ અધિકારી અને ક્લાર્ક 10 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા