ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત: બિલ્ડર ખંડણી પ્રકરણમાં અનિલ કાઠી અને ધર્મેન્દ્ર પંજાબીએ કર્યું સરેન્ડર - અનિલ કાઠી

સુરત: છોટા રાજન ગેંગના માથાભારે અનિલ કાઠી અને ધર્મેન્દ્ર પંજાબીના સાગરિતો, વેસુના બિલ્ડરની ઓફિસમાં ઘુસી 10 લાખની ખંડણી માગવા તેમજ ધમકી આપવાના ગુનામાં ફરાર હતા. પરતું અઢી મહિના બાદ અચાનક અનિલ કાઠી અને ધર્મેન્દ્ર પંજાબીએ ઉમરા પોલીસ સ્ટેશનમાં હાજર થઇ સરેન્ડર કર્યું હતું.

Surat: Anil Kathi and Dharmendra Punjabi surrender in the builder's ransom chapter
સુરત: બિલ્ડર ખંડણી પ્રકરણમાં અનિલ કાઠી અને ધર્મેન્દ્ર પંજાબીએ કર્યું સેરેન્ડર

By

Published : Dec 18, 2019, 2:05 AM IST

વેસુના એન્જોય એપાર્ટમેન્ટમાં રહેતા નેહલ કાંતિલાલ નામના બિલ્ડરની સિટીલાઈટ ખાતે આવેલા હિરા પન્ના શોપિંગ સેન્ટરમાં ઓફિસ છે. અનિલ કાઠી, ધર્મેન્દ્ર પંજાબી અને તેના સાગરિતો ખંડણી માટે તેમને ધમકી આપતા હતા. 25 સપ્ટેમ્બરના રોજ અનિલ કાઠી, ધર્મેન્દ્ર પંજાબી અને તેના સાગરિતોએ નેહલની હિરા પન્ના ઓફિસમાં ટેમ્પરી કબજો મેળવીને નેહલ પાસેથી 10 લાખ રૂપિયાની માગણી કરી હતી. આ ઉપરાંત રૂપિયા નહીં આપવા પર જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

બિલ્ડર ખંડણી પ્રકરણમાં અનિલ કાઠી અને ધર્મેન્દ્ર પંજાબીએ કર્યું સેરેન્ડર

નેહલે આ અંગે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ક્રાઇમબ્રાંચે અનિલ કાઠીના બે સાગરિતોની ધરપકડ કરી હતી. પરંતુ ક્રાઇમ બ્રાન્ચ અનિલ કાઠી અને ધર્મેન્દ્ર પંજાબીને પકડી શકી નહોતી. તે દરમિયાન અનિલ કાઠીએ નેહલને બીજી વખત ફોન કરીને ધમકતી આપી હતી. જેથી નેહલસે ફરિ ઉમરા પોલીસ મથકમાં અનિલ કાઠી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમ છતાં પોલીસ આરોપીની ધરપકડ કરવામાં નિષ્ફળ પૂરવાર થઇ હતી.

આ સમગ્ર મામલામાં હવે નાટ્યાકત્મક વળાંક આવ્યો છે. મંગળવારે મોડી સાંજે અનિલ કાઠી અને ધર્મેન્દ્ર પંજાબીએ ઉમરા પોલીસમાં આત્મસમર્પણ કર્યું હતું. જેથી ઉમરા પોલીસે રાત્રે બંને આરોપીઓની વિધિવત ધરપકડ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ધર્મેન્દ્ર પંજાબીએ 1999માં લાકડાના વેપારી દામોદર કચ્છી પાસેથી 1 કરોડની ખંડણી માગી હતી. ઉમરા પોલીસમાં તેમની વિરૂદ્ધ 1999માં પાર્લે પોઇન્ટમાં દુકાન પચાવી પાડવાનો પણ ગુનો નોંધાયો હતો. આ ઉપરાંત અનિલ કાઠી વિરૂદ્ધ 10થી વધુ ગુના સુરત પોલીસમાં નોંધાયેલા છે.

ABOUT THE AUTHOR

...view details