સુરતવડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી હવે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત પ્રવાસે (amit shah gujarat visit) પહોંચ્યા છે. રાજ્યભરમાં ભાજપ દ્વારા ગુજરાત ગૌરવ યાત્રા શરૂ કરવામાં (Amit Shah to launch BJP Gaurav Yatra) આવી છે. ત્યારે કેન્દ્રિય ગૃહ પ્રધાન નવસારીના યાત્રાધામ ઉનાઈથી (unai mata temple navsari) ગૌરવ યાત્રાનું પ્રસ્થાન કરાવશે.
અમિત શાહનો ગુજરાત પ્રવાસ ચૂંટણી પહેલા તેઓ ગુજરાત પ્રવાસે (amit shah gujarat visit) આવ્યા છે. સાથે જ તેમણે પ્રચાર કરવા માટે ચોક્કસ રણનીતિ ઘડી છે. હવે તેઓ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ શરૂઆત નવસારી ખાતે આવેલા ઉનાઈ માતાના મંદિરથી (Amit Shah to launch BJP Gaurav Yatra) કરશે. આ ઉનાઈ માતાનું મંદિર (unai mata temple navsari) દક્ષિણ ગુજરાતના લોકો માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. દક્ષિણ ગુજરાતના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે.
મંદિરનો વિશેષ મહિમા બિલીમોરા વધઈ રેલવે માર્ગ (Bilimora increased railway line) પર આવેલું આ ગામ ઉનાઈ ઉષ્ણ પાણીના કુંડો (unai mata temple navsari) માટે જાણીતું છે. ગરમ પાણીના આ કુંડો પ્રાચીન છે. એવું કહેવાય છે કે, ભગવાન શ્રીરામને યજ્ઞ કરવા અહીં બ્રાહ્મણો મળી શકયા નહીં. તેથી હિમાલય ઉપરના ગંગાકુલગિરિ સ્થળેથી બ્રાહ્મણોને યજ્ઞ કરવા માટે બોલાવવામા આવ્યા હતા. તે બ્રાહ્મણોને ગરમ પાણી પૂરું પાડવા ભગવાન શ્રીરામે (Lord Shree Ram) જમીનમા બાણ મારીને ગંગાનો ગરમ પ્રવાહ ઉત્પન્ન કર્યો હતો.
પેટાળમાંથી ઔષધીયુક્ત ઝરા બહાર ફૂટ્યાઆ ઉપરાંત દંતકથા મુજબ, વનવાસ ભોગવી રહેલા ભગવાન શ્રીરામ, સીતા માતા (lord sita mata) અને લક્ષ્મણજી જ્યારે દંડકારણ્યમા શરભંગ ઋષિ આશ્રમમાં આવ્યા ત્યારે ઋષિએ યોગબળથી પોતાનું દૂર્ગધયુક્ત ખોળિયું બદલું તેની જાણ લક્ષ્મણને થતાં ભગવાન શ્રીરામનું (Lord Shree Ram) શરભંગ ઋષિની વેદના ભર્યા દર્દ પ્રત્યે જણાવ્યું હતું. મહારોગથી વ્યથિત ઋષિની પીડાદાયક સ્થિતિ દૂર કરવા ભગવાન શ્રીરામે બાણ મારતા ધરતીના પેટાળમાંથી ઔષધીયુક્ત ઝરા બહાર ફૂટ્યા હતા. સાથે જ ઉષ્ણ અંબાની ભવ મૂર્તિ પ્રગટ થઈ હતી.
”હું નાઈ”થી અપભ્રંશ થતાં ”ઉનાઈ” થયુંમાતા સીતાજીએ (lord sita mata) ઉષ્ણ અંબાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી શક્તિ રૂપે અહીં વસવાટ કર્યો. વળી માતા સીતાજી (lord sita mata) અહીં ભગવાન શ્રીરામચંદ્રજી (Lord Shree Ram) પાસે આવી ”હું નાઈ” તેમના મીઠાશ ભર્યા શબ્દોથી આ સ્થળ ગામનું નામ ”હું નાઈ”થી અપભ્રંશ થતાં ”ઉનાઈ” થયું હતું. અહીં આસપાસથી ઉનાઈ માતાજીના મંદિરે (unai mata temple navsari) લોકો દર્શનાર્થે આવે છે. આ તીર્થધામમાં શ્રદ્ધાળુઓ તેમની અપાર શ્રદ્ધા ધરાવે છે. અહીં ગરમ પાણીના કુંડમાં સ્નાનવિધી, બાબરી, મુંડન વિધી તથા જુદી જુદી માનતા, બાધા શ્રદ્ધાળુઓ રાખતા હોય છે.