ગુજરાત

gujarat

ETV Bharat / city

કેસ કરી રાહુલ ગાંધીને ડરાવવા, ધમકાવવા અને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે: અમિત ચાવડા - Amit Chawda

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) વિરૂદ્ધ સુરત ચીફ કોર્ટમાં બદનક્ષી (Defamation) ના ચાલતા કેસમાં સુરત કોર્ટમાં હાજર રહેશે. જેને લઈને અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે કે, રાહુલ ગાંધીને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે.

Surat Chief Court
Surat Chief Court

By

Published : Oct 29, 2021, 12:25 PM IST

  • રાહુલ ગાંધી સુરત ચીફ કોર્ટમાં બદનક્ષીના ચાલતા કેસમાં હાજરી આપશે
  • પુર્ણેશ મોદીએ રાહુલ ગાંધીની સામે બદનક્ષીની ફરિયાદ કરી હતી
  • રાહુલ ગાંધીને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે: અમિત ચાવડા

સુરત: કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) વિરૂદ્ધ સુરત ચીફ કોર્ટમાં બદનક્ષી (Defamation) ના ચાલતા કેસમાં શુક્રવારની મુદત ઉપર રાહુલ ગાંધીનું કોર્ટમાં વધારાનો જવાબ નોંધાવવાનો હોવાથી રાહુલ ગાંધી સુરતમાં હાજરી આપશે. આ બાબતે ગુજરાત કોગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે કે, રાહુલ ગાંધીને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. તેમને ડરાવવા અને ધમકાવવા માટે કેસ કરવામાં આવે છે. સરકારની જે શાસન નીતિઓ ન્યાયિક નથી. તેના માટે રાહુલ ગાંધી લડી રહ્યા છે. કોર્ટમાં હાજરી બાદ સાંજે 5 વાગે દિલ્હી જશે. શહેર પોલીસ દ્વારા વહેલી સવારથી જ કોર્ટનના મેઇન ગેટની બહાર તેમજ ચીફ કોર્ટ બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

રાહુલ ગાંધી સુરત ચીફ કોર્ટમાં બદનક્ષીના ચાલતા કેસમાં હાજરી આપશે

આ પણ વાંચો: 'મોદી સમાજ પર વિવાદીત ટિપ્પણી' મુદ્દે રાહુલ ગાંધી આવતીકાલે સુરત ચીફ કોર્ટમાં રહેશે હાજર

સુરતની ચીફ કોર્ટે રાહુલ ગાંધીની સામે સમન્સ ઇસ્યુ કરતા રાહુલ ગાંધી સુરતની કોર્ટમાં હાજર રહ્યા હતા

પુર્ણેશ મોદીએ રાહુલ ગાંધી (Rahul Gandhi) ની સામે બદનક્ષી (Defamation) ની ફરિયાદ કરી હતી. આ કેસમાં સુરતની ચીફ કોર્ટે રાહુલ ગાંધીની સામે સમન્સ ઇસ્યુ કરતા રાહુલ ગાંધી સુરતની કોર્ટમાં હાજર રહ્યા હતા. જે બાદ રાહુલ ગાંધીની જુબાની પણ લેવામાં આવી હતી, જેમાં રાહુલ ગાંધીનું બે ક્લાક સુધી સ્ટેટમેન્ટ લેવાયું હતું. કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદી દ્વારા કરાયેલા કેસમાં સાક્ષીઓની જુબાની સમાપ્ત થયા બાદ ફરિયાદ પક્ષ દ્વારા કોલારના તાલુકા ચૂંટણી અધિકારી અને સભાનું શુટિંગ કરનારા વીડિયોગ્રાફરના નિવેદન લેવા માટે હાઈકોર્ટમાં દાદ મંગાઈ હતી. ગુજરાત હાઇકોર્ટના હુકમ બાદ સુરતની ચીફ કોર્ટે વધારાના બે સાક્ષીઓને તપાસવાની મંજૂરી આપી હતી. જેમાં બે સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી.

આ પણ વાંચો: Rahul Gandhi એ Gujarat Congress પ્રમુખ સહિતના મુદ્દાઓને લઇ પ્રદેશ નેતાઓ સાથે કર્યો વિચાર વિમર્શ

રાહુલ ગાંધી તરફે એડવોકેટ કે.સી.પાનવાલા જોડાયા છે

આ સાક્ષીઓના જબાનીના આધારે રાહુલ ગાંધી (Rahul Gandhi) નો વધારાનો જવાબ લેવા કોર્ટ તા. 29 ઓક્ટોબર શુક્રવારની મુદત આપી હતી. સાથે જ રાહુલ ગાંધીને પણ કોર્ટમાં હાજર રહેવા જણાવાયું હોવાથી આજે શુક્રવારે બપોર બાદ રાહુલ ગાંધી કોર્ટમાં વધારાનું સ્ટેટમેન્ટ આપવા માટે કોર્ટમાં હાજર રહેશે. આ કેસમાં રાહુલ ગાંધી તરફે એડવોકેટ કે.સી.પાનવાલા જોડાયા છે. રાહુલ ગાંધી કોર્ટમાં હાજરી આપવાના હોવાથી શહેર પોલીસ દ્વારા વહેલી સવારથી જ કોર્ટનના મેઇન ગેટની બહાર તેમજ ચીફ કોર્ટ બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

ABOUT THE AUTHOR

...view details