ગુજરાત

gujarat

ETV Bharat / city

ધન્વંતરી રથ પર રેપિડ એન્ટીજન ટેસ્ટના રૂપિયા 450 ઉઘરાણી થતી હોવાના આક્ષેપ - ધન્વંતરી ટેસ્ટ

ધનવંતરી રથ પર રેપિડ એન્ટીજન ટેસ્ટના રૂપિયા 450 પ્રતિ વ્યક્તિ પાસેથી વસૂલવામાં આવી રહ્યાં હોવાના આક્ષેપ આપ પાર્ટી દ્વારા કરવામાં આવ્યાં છે.સુરતના નાના વરાછા ખાતે ધન્વંતરી રથ પર રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાવવા લોકો લાઈનમાં ઉભાં હતાં અને લોકો પાસેથી 450 રૂપિયાની વસૂલાત કરવામાં આવી એવા દ્રશ્યના વિડીયો આપ પાર્ટીએ કેમેરામાં કેદ કર્યો હોવાનું જણાવાઈ રહ્યું છે.

ધન્વંતરી રથ પર રેપિડ એન્ટીજન ટેસ્ટના રૂપિયા 450 ઉઘરાણી થતી હોવાના આક્ષેપ
ધન્વંતરી રથ પર રેપિડ એન્ટીજન ટેસ્ટના રૂપિયા 450 ઉઘરાણી થતી હોવાના આક્ષેપ

By

Published : Aug 7, 2020, 4:05 PM IST

સુરત: સમગ્ર મામલે મેડિકલ ચીફ ઓફિસર અને સુરત મેયરને પણ ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી જે અંગે તેઓએ નિવેદન આપ્યું હતું કે પાલિકા રેપિડ ટેસ્ટ માટે આવા કોઈ ચાર્જ ઉઘરાવતી નથી.સુરતના અલગ અલગ ઝોનમાં હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીના પગલે પાલિકા દ્વારા ધન્વંતરી રથ કાર્યરત કરવામાં આવ્યાં છે. જે ધન્વંતરી રથ પર કોઈ પણ લક્ષણ હોય તેવા દર્દીઓના રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. પાલિકા દ્વારા આ ટેસ્ટ વિનામૂલ્યે કરવામાં આવી રહ્યાં છે.

ધન્વંતરી રથ પર રેપિડ એન્ટીજન ટેસ્ટના રૂપિયા 450 ઉઘરાણી થતી હોવાના આક્ષેપ

જો કે આજ રોજ નાના વરાછા સ્થિત ઢાળ પાસે લોકો પાસેથી રેપિડ ટેસ્ટના 450 રૂપિયા વસૂલવામાં આવતા સ્થાનિક યુવાન અને આપ પાર્ટીના શહેર પ્રવક્તાએ આ ગેરરીતિ ઝડપી પાડી હતી. જ્યાં રેપિડ ટેસ્ટના ઉઘરાવવામાં આવેલ 450 રૂપિયાની પહોંચ પણ લોકોને આપવામાં આવી હતી.

ધન્વંતરી રથ પર રેપિડ એન્ટીજન ટેસ્ટના રૂપિયા 450 ઉઘરાણી થતી હોવાના આક્ષેપ

ABOUT THE AUTHOR

...view details