- એર ઇન્ડિયા એક્સપ્રેસની શારજાહ-સુરતની ફ્લાઈટ પહેલા દિવસે 3.45 કલાક મોડી પડી
- શહેરીજનોની માંગણીના પગલે વંદે ભારત મિશન હેઠળ સુરતની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવામાં આવી
- 210 પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો
સુરત:એક વર્ષના લાંબા સમયગાળા બાદ વંદે ભારત મિશન હેઠળ શરૂ થયેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની શારજાહ-સુરતની ફ્લાઈટ પહેલા દિવસે 3:45 કલાક મોડી પડી હતી. જેના લીધે ફ્લાઇટમાં પ્રવાસ કરતાં 210 પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હોવાનું જાણવા મળ્યું છે.
372 દિવસ બાદ શરૂ થનારી ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ તકનીકી ખામીના લીધે મોડી પડી
સુરત એરપોર્ટ પર કાર્યરત એકમાત્ર ઇન્ટરનેશનલ ફ્લાઇટ શારજાહ સુરત કોરોના મહામારીના લીધે છેલ્લા એક વર્ષથી બંધ હતી હજુ પણ આ ફ્લાઇટ શરૂ થાય તેવા કોઇ એંધાણ ન હતા, પરંતુ શહેરીજનોની માંગણીના પગલે વંદે ભારત મિશન હેઠળ સુરતની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. 372 દિવસ બાદ શરૂ થનારી ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ તકનીકી ખામીના લીધે મોડી પડી હતી.