ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં સોશિયલ ડિસ્ટસિંગ સાથે વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપી

ધોરણ-12 સાયન્સ બાદ ઈજનેરી-ફાર્મસીમાં પ્રવેશ માટેની ગુજકેટ પરીક્ષા આજથી રાજ્યભરમાં લેવામાં આવી રહી છે. સુરતમાં 15 હજારથી વધુ વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપવા પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતાં. તમામ કેન્દ્ર પર થર્મલ ચેકિંગ, સેનિટાઈઝરની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી.

Gujkat exam
સુરત

By

Published : Aug 24, 2020, 12:45 PM IST

સુરત: કોરોના કાળમાં લોકડાઉનના કારણે ગુજકેટની પરીક્ષા સ્થગિત કરવામાં આવી હતી. આજે આ પરીક્ષા રાજ્યભરમાં લેવામાં આવી રહી છે. સુરતમાં 15 હજારથી વધુ વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપવા પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા.

કોરોનાકાળમાં લેવાતી આ પરીક્ષામાં તકેદારીના તમામ પગલા ભરવામાં આવ્યા હતા. શિક્ષણ વિભાગે ખાસ વ્યવસ્થા કરી હતી અને વિદ્યાર્થીઓને જુદા-જુદા બેસાડીને પરીક્ષા લેવાઇ હતી. આજે સમગ્ર રાજ્યમાં ગુજકેટની પરીક્ષા લેવાઈ રહી છે. ધોરણ-10ની પરીક્ષા બાદ ગુજકેટની પરીક્ષાને કોરોનાકાળના કારણે અટકી હતી.

સુરતમાં સોશિયલ ડિસ્ટસિંગ સાથે ટેમ્પરેચર ચેક કરી વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપી

લોકડાઉનના કારણે આ પરીક્ષા લેવાઈ નહોતી, પરંતુ હવે આ પરીક્ષા રાજ્યભરમાં લેવાઇ રહી છે. જેમાં લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા. સુરતમાં 15000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે. સોશિયલ ડિસ્ટસિંગ સાથે ટેમ્પરેચર ચેક કરી વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રોમાં મોકલવામાં આવ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details