ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતની મહાત્મા ગાંધી સ્કૂલમાં 2500 બાળકોની ફોર્મ ફી ખંખેરી, પ્રવેશ આપ્યો ફક્ત 600ને - મહાત્મા ગાંધી સ્કૂલ

સરથાણા ખાતે આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મહાત્મા ગાંધી સ્કૂલમાં 2500 બાળકો પાસે એડમિશન ફોર્મ ભરાવવામાં આવ્યાં હતાં. પરંતુ તેમાંથી માત્ર 600 જેટલાં જ બાળકોને એડમિશન આપવામાં આવ્યું હતું. જયારે બાકીના 1900 જેટલા બાળકો શિક્ષણથી વંચિત રહેતાં વાલીઓએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં રજૂઆત કરી હતી.

સુરતની મહાત્મા ગાંધી સ્કૂલમાં 2500 બાળકોની ફોર્મ ફી ખંખેરી ? પ્રવેશ આપ્યો ફક્ત 600ને
સુરતની મહાત્મા ગાંધી સ્કૂલમાં 2500 બાળકોની ફોર્મ ફી ખંખેરી ? પ્રવેશ આપ્યો ફક્ત 600ને

By

Published : Oct 24, 2020, 2:21 PM IST

  • સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા સામે વિરોધ
  • મહાત્મા ગાંધી સ્કૂલે 2500 બાળકોની ફોર્મ ફી લઇ લીધી
  • પ્રવેશ ફક્ત 600 બાળકોને આપ્યો
  • વાલીઓએ કરી તમામ બાળકોને પ્રવેશની માગણી

સુરતઃ સુરતના સરથાણા ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સંચાલિત મહાત્મા ગાંધી સ્કુલ આવેલી છે. જ્યાં 2500 જેટલા બાળકો પાસે એડમિશન ફોર્મ ભરાવવામાં આવ્યાં હતાં. પરંતુ તેમાંથી માત્ર 600 જ બાળકોને એડમિશન આપવામાં આવ્યાં છે. જયારે 1900 જેટલા બાળકો એડમિશનથી વંચિત રાખવામાં આવ્યાં છે. જેને લઈને વાલીઓએ શિક્ષણ સમિતિ કચેરી પહોંચી રજૂઆત કરી હતી.

વાલીઓએ શિક્ષણ સમિતિ કચેરી પહોચી રજૂઆત કરી હતી.
  • 800 જેટલા શિક્ષકોની ઘટ

    જો કે આ મામલે વાલીઓએ જણાવ્યું હતું કે અમે રજૂઆત કરી તો અમને એવું જણાવવામાં આવ્યું હતું કે સ્ટાફની અછત છે. 800 જેટલા શિક્ષકોની ઘટ છે જો કે આવું જણાવવામાં આવતાં વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details